નાગપુર હિંસાને લઈને ભાજપના નેતા ડૉ.કાનાબારે વ્યક્ત કરી ચિંતા, મહારાષ્ટ્રના એક મંત્રીને ગણાવ્યા જવાબદાર

By: nationgujarat
19 Mar, 2025

જુનાગઢ: મહારાષ્ટ્રમાં સંભાજી અને ઔરંગઝેબના ઇતિહાસને લઈને નાગપુરમાં જે રીતે હિંસા થઈ રહી છે, તેને ભાજપના નેતા ડો ભરત કાનાબારે ચિંતા સાથે ટ્વિટરના માધ્યમથી સમગ્ર ઘટનાક્રમ પર ખેદ વ્યક્ત કર્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતા મહારાષ્ટ્રની હિંસા સાથે સાચી સાબિત થઈ છે, તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લઈને તેમણે ચિંતાઓ વ્યક્ત કરી છે

શું લખ્યું ભાજપ નેતાએ ?

મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચલચિત્ર બાદ જે રીતે ધમાલ અને આગજનીના બનાવો બની રહ્યા છે, તેને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ડૉ. ભરત કાનાબારે ભારે દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે, બંને તરફના પાગલપનને કારણે આજે નાગપુરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે, તોફાનો પૂર્વે તેમણે એક અઠવાડિયા પહેલા ચલચિત્રને લઈને ટ્વીટર પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આજે નાગપુરમાં થયેલા હિંસક દેખાવ અને અથડામણો બાદ તેમણે તેમના ટ્વિટરમાં આઠ દિવસ પૂર્વે વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરી છે, તેને લઈને પણ એક નવું ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીશને ટેગ કરીને સમગ્ર મામલામાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે

સત્ય અર્ધસત્ય અસત્ય અને કાલ્પનિક વાતોને કારણે મામલો ઉગ્ર બન્યો

ડો.ભરત કાનાબારે મહારાષ્ટ્રના નાગપુરમાં જે ઘટનાક્રમ બની રહ્યો છે, તેને સત્ય,અર્ધસત્ય અને અસત્યની સાથે ક્યાંક હકીકત તો ક્યાંક કાલ્પનિક વાતોને કારણે એક પ્રકારની નકારાત્મકતા બંને સમાજના લોકોમાં ફેલાઈ છે, જેને કારણે આજે નાગપુર હિંસાગ્રસ્ત બની રહ્યું છે. મહારાષ્ટ્રમાં જે પ્રકારે હિંસા થઈ રહી છે તેમાં તથ્યો કરતા અતિશયોક્તિ અને પૂર્વગ્રહનો રંગ વધુ જોવા મળે છે, જેને કારણે શાંત મહારાષ્ટ્રમાં હિંસા જોવા મળી રહી છે. કોઈ પ્રમાણભૂત આધાર નથી તેવા આધારોને લઈને બિનઅધિકૃત વાતોથી મહારાષ્ટ્રનું નાગપુર હિંસાગ્રસ્ત બન્યું છે જેની કાળી છાયા આપણા ઉજ્જવળ ભવિષ્ય પર ન પડે તે માટે સાવધાની સાથે આગળ વધવાની ચિંતા પણ ડૉ.ભરત કાનાબારે કરી છે.

મહારાષ્ટ્રના પ્રધાન પર ખટલો ચાલે

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારે ઈટીવી ભારત સાથે એક્સક્લુઝિવ ટેલીફોનિક વાતચીત કરી હતી, જેમાં તેમણે ચલચિત્ર બાદ જે રીતે નાગપુરમાં હિંસા થઈ રહી છે. તેની પાછળ મહારાષ્ટ્રના એક પ્રધાનને ડો કાનાબાર જવાબદાર માની રહ્યા છે. સરકારમાં પ્રધાન જેવા હોદ્દા પર હોવા છતાં પણ આ વ્યક્તિએ કાર સેવા કરવાની જે વાત કરી છે, તેનાથી હિંસા ના વાતાવરણને વેગ મળ્યો છે. ઔરંગઝેબ સાથેની જોડાયેલી ઘટનાઓ આજથી 300 કે તેથી વધારે વર્ષ પૂર્વેની છે, ત્યારે વર્તમાન સમય માં બંને પક્ષો દ્વારા જે રીતે વિવાદ અને હિંસાનો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે, તેને ભારતના ઉજળા ભવિષ્ય સાથે પણ તર્કસંગત માનવામાં આવતી નથી.


Related Posts

Load more