લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર બેઠક નવસારી બેઠક કરતા પણ વધુ મતે જીતવા કવાયત

By: nationgujarat
01 Mar, 2024

લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખના માર્જિનથી જીતવાનો સંકલ્પ નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ ગાંધીનગર લોકસભાને સંબંધિત કેસમાં વિશિષ્ટ આયોજન કરી 10 લાખથી વધુ માર્જનથી જીતવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ગાંધીનગર લોકસભા કે જ્યાં હાલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાંસદ તરીકે ચૂંટાયા છે અને ફરી એક વખત અહીંથી રીપીટ થવાનું લગભગ નક્કી થઈ ચૂક્યું છે તેવામાં ગાંધીનગરના કાર્યકર્તાઓને દસ લાખની લીડનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં તમામ કાર્યકર્તા એક સૂરે અમિત શાહને ઉમેદવાર તરીકે જાહેર કરવા અને ફરી સંસદ તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

દસ લાખ માર્જિનની વાત પણ થઈ હતી. આ બેઠક ઉપર દસ લાખના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગાંધીનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત પણ તે જ કરી દેવામાં આવી છે.કાર્યકર્તાઓ દ્વારા ઐતિહાસિક પાવાગઢ મંદિર દર્શન કરીને ધજા પણ ચઢાવવામાં આવી અને તેની સાથે સંકલ્પ અને માતાજીના ભવ્ય જીતની પ્રાર્થના પણ કરવામાં આવી.

શાહને 10 લાખ મતના માર્જિનથી જીતાડવાનો પ્લાન

ગાંધીનગર લોકસભા બેઠક પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન સતત બીજી વખત ગાંધીનગરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેવામાં આ વખતે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. આમ આ તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું મહત્તમ પ્રભુત્વ છે. અગાઉ આ કુલ બેઠકોમાંથી ત્રણ વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે હતી. જ્યારે હવે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે આવતા 10 લાખનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ગાંધીનગર લોકસભામાં 21 લાખથી વધારે નોંધાયેલા મતદારો છે. જેમાં પટેલ, વણિક, ઠાકોર અને દલિત મતદારોનો સમાવેશ થાય છે. હંમેશાથી હાઇ પ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ માર્જિનથી જીત લઈને લોકસભા પહોંચે અને એક રેકોર્ડ સર્જાય તે માટે પણ સતત પ્રયત્નો હાલ થઈ રહ્યા છે.


Related Posts

Load more