મંગળવારે જમ્મુ કાશ્મિરના પહલગામમાં આંતકી હુમલામાં 27 લોકોના મોત થયા હતા જેમા આંતકવાદીઓએ પ્રવાસી ગ્રપુને તેમનો ઘર્મ પુછી પુછીને ગોળી મારી છે તેમ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ હતું. આ ઘટનામાં 25 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. તમને જણાવી દઇએ કે હાલ શ્રીનગરમાં તેમની રામકથા ચાલી રહી છે જે કથામા ભાગ લેવા ગયેલા અંદાજે 3 ગુજરાતની પણ આંતકીહુમલાનો શિકાર બન્યા હતા અને આજે જ મોરારીબાપુએ કથા દરમિયાન આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી
મોરારીબાપુએ કથા સ્થગીત કરી
પરમ પૂજ્ય મોરારી બાપૂએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને ધ્યાને રાખતાં હાલ શ્રીનગરમાં તેમની રામકથાને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આજે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્રએ રામકથામાં કોઇપણ વિક્ષેપ ન સર્જાય તેના માટે જરૂરી તમામ સહયોગ અને સુરક્ષા પ્રદાન કરવાની ખાતરી આપી છે. જોકે, કાશ્મીર બંધના એલાન તથા રામકથામાં સામેલ વ્યક્તિઓના મનમાં અશાંતિ હોય અને તેઓ કથાનો આનંદ ન ઉઠાવી શકે તેવી સ્થિતિમાં હાલ રામકથા સ્થગિત કરવાનો નિર્ણય કરાયો છેે.પૂજ્ય બાપૂએ ઉમેર્યું હતું કે પાંચ દિવસની રામકથા કર્યાં બાદ આપણે તેને સ્થગિત કરી રહ્યાં છીએ અને ચાર દિવસની કથા બાકી છે તે ભગવાનની કૃપા હશે ત્યારે અહીં આવીને પૂર્ણ કરીશ.