કેન્દ્ર સરકારે શુક્રવારે (7 ફેબ્રુઆરી) કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. જેમાં કૌશલ ભારત કાર્યક્રમ (Skill India Programme) માટે 8,800 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ સિવાય સફાઈ કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. દક્ષિણ કોસ્ટ રેલ્વે ઝોનના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું રેલવે ડિવિઝન બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે.
દેશની ટેક્સ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર
કેબિનેટે 2022-23થી 2025-26ના સમયગાળા માટે રૂ. 8,800 કરોડના ઓવરલે ખર્ચ સાથે 2026 સુધી કેન્દ્રીય ક્ષેત્ર યોજના ‘કૌશલ ભારત કાર્યક્રમ’ ચાલુ રાખવા અને પુનર્ગઠનને મંજૂરી આપી છે. આ સાથે કેન્દ્રીય કેબિનેટે ઇનકમ ટેક્સ બિલના પ્રપોઝલને પણ મંજૂરી આપી છે. તે લાગુ થવાથી દેશની ટેક્સ વ્યવસ્થામાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.