BIG BREAKING – સુરત લોકસભા બેઠક બિન હરીફ

By: nationgujarat
22 Apr, 2024

સુરત લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  મળેલી જાણકારી અનુસાર સુરત બેઠક બિન હરીફ જાહાર થઇ છે. અપક્ષ ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પાછુ ખેંચી લીધુ છે. સુરત લોકસભાના ઇતિહાસમા આ પ્રથમ ઘટના છે કે લોકસભામા બિનહરીફ જીત થઇ હોય . 9 માથી 8 ઉમેદવારોએ પોર્મ પાછા ખેચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ

સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. સુરત લોકસભા બેઠક વગર મતદાને જ સાંસદ મળ્યા હતા. હવે ગુજરાતમાં 25 લોકસભા બેઠક પર ચૂંટણી યોજાશે. મુકેશ દલાલ ભાજપના પ્રથમ સાંસદ હશે જે બિનહરીફ ચૂંટાયા હતા. અત્યાર સુધી ભાજપના કોઈ સાંસદ બિનહરીફ  જાહેર થયા નથી.

સુરતમાં ભાજપના ઉમેદવારની જીત પર ગુજરાત ભાજપે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી.  ગુજરાત ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ. નોંધનીય છે કે કોગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જ્યારે અન્ય ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.

મુકેશ દલાલે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત

મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યા બાદ પ્રથમ મુલાકાત કરી હતી. મુકેશ દલાલ સાથે મુકેશ પટેલ, શહેર પ્રમુખ નિરંજન પણ હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. કોગ્રેસ નેતા નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ લોકતંત્રની હત્યા છે.


Related Posts

Load more