Related Posts
Bharuch Gas Leakage: ગુજરાતના ભરૂચથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામી જતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ભરૂચના જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં ચાર કામદારોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વાલ્વ લીકેજ થતા ઘાતક ગેસ લીક થયું હતું. જ્યારબાદ કામદારોને તાત્કાલિક ધોરણેસારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યા હતાં.ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.