ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અંગે સૌથી મહત્વના સમાચાર

By: nationgujarat
21 Aug, 2025

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમની જાહેરાતના બે દિવસ બાદ આજે BCCI દ્વારા અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ બદલી નાખવામાં આવ્યો છે.  હવે મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. જે પ્રમાણે IPL 2025 પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હકીકતમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે BCCI એ થોડા મહિના પહેલા અજિત અગરકરને રાખવાનો નિર્ણય લીધો હતો. તેમના આવ્યા પછી BCCI ભારતીય ક્રિકેટમાં મળેલી સિદ્ધિઓથી ખૂબ ખુશ હતી.

અજીત અગરકરને જૂન 2023 માં આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી, જેના પછી તેમણે ભારતને ઘણી સફળતાઓ અપાવી હતી. ICC ઇવેન્ટ્સમાં મોટી જીત અપાવી હતી. ભારત 2024 માં T20 વર્લ્ડ કપ 2024 નું ટાઈટલ જીત્યુ અને 2025 ની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ભારતે 2023 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું હતું.

અગરકરનો કાર્યકાળ રણનીતિક નેતૃત્વ પરિવર્તન દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તેમના નેતૃત્વમાં પસંદગીકારોએ  ટેસ્ટ કેપ્ટનશીપ શુભમન ગિલને સોંપવામાં આવી અને T20 ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. ટીમને વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓના સન્યાસના નિર્ણયોમાંથી પણ પસાર થવું પડ્યું. કોહલી અને રોહિત હવે માત્ર ODI માં રમી રહ્યા છે અને અશ્વિને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.

હાલની વર્તમાન પસંદગી કમિટીમાં અજિત અગરકર ઉપરાંત એસએસ દાસ, સુબ્રતો બેનર્જી, અજય રાત્રા અને એસ શરથનો સમાવેશ થાય છે. જોકે, સપ્ટેમ્બરમાં યોજાનારી BCCI વાર્ષિક સામાન્ય સભામાં પેનલમાં ફેરફાર થવાની શક્યતા છે.

એક રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરી 2023 માં જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ પદે રહેલા શરથને પસંદગી ભૂમિકામાં ચાર વર્ષ નજીક આવી રહ્યા હોવાથી તેમને દૂર કરવામાં આવે તેવી અપેક્ષા છે, જે BCCI ના ધોરણો હેઠળ માન્ય મહત્તમ સમયગાળો છે

Related Posts

Load more