BCCI એ વાર્ષિક ખેલાડી રીટેનરશીપ 2024-25 ની જાહેરાત કરી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ખેલાડીઓ માટે કેન્દ્રીય કરારની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા, અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી, ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ‘એ પ્લસ’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં શ્રેયસ ઐયર અને ઈશાન કિશન પણ પાછા ફર્યા છે. અગાઉ, ગયા વર્ષે સજા તરીકે આ બંને ખેલાડીઓને આ કરારમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
છ દિગ્ગજોને ‘A’ શ્રેણીમાં સ્થાન મળ્યું
‘એ પ્લસ’ શ્રેણીમાં, બીસીસીઆઈ દ્વારા ચાર ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે છ ખેલાડીઓને ‘એ’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ, યુવા આશાસ્પદ બેટ્સમેન શુભમન ગિલ, સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે.
સૂર્યકુમાર યાદવને ‘બી’ શ્રેણીમાં સ્થાન મળ્યું
ટી20 ફોર્મેટના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત કુલ પાંચ ખેલાડીઓને ‘બી’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ‘ચાઇનામેન’ સ્પિનર કુલદીપ યાદવ, ઓલરાઉન્ડર અક્ષર પટેલ, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયરના નામ શામેલ છે.
૧૯ ખેલાડીઓને ‘C’ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. આમાં
બીસીસીઆઈ દ્વારા ૧૯ ખેલાડીઓને ‘સી’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ છે રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ…