BCCI ને મળશે નવો અધ્યક્ષ ? રોજર બિન્ની જગ્યાએ કોને મળી શકે છે સ્થાન

By: nationgujarat
01 Jun, 2025

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ એક મોટું પરિવર્તન જોવા મળી શકે છે. વર્તમાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની 19 જુલાઈ 2025ના 70 વર્ષ થશે, ત્યારપછી બીસીસીઆઈના નિયમો અનુસાર તેઓ તેમના પદથી દુર થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિયમ હેઠળ, BCCI ના તમામ અધિકારીઓએ 70 વર્ષની ઉંમર પછી પોતાના પદ છોડવાનો હોય. આવી સ્થિતિમાં, રોજર બિન્નીનું સ્થાન લેવાની રેસમાં એક અનુભવી ખેલાડી આગળ છે. આ અનુભવી ખેલાડી જુલાઈમાં જ વચગાળાના પ્રમુખ તરીકે આ જવાબદારી સંભાળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીનું સ્થાન લઈ શકે છે. તેઓ જુલાઈમાં જ વચગાળાના પ્રમુખ તરીકે આ જવાબદારી સંભાળી શકે છે. રાજીવ શુક્લા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ પ્રશાસન સાથે સંકળાયેલા છે. તેઓ અગાઉ IPL ના ચેરમેન રહી ચૂક્યા છે અને BCCI માં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે.

એક અનુભવી રાજકારણી અને ભૂતપૂર્વ પત્રકાર હોવાને કારણે, શુક્લાને ક્રિકેટ જગતમાં ઘણો અનુભવ છે. ક્રિકબ્લોગરે BCCIના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને દાવો કર્યો છે કે રાજીવ શુક્લા જુલાઈની શરૂઆતમાં રોજર બિન્નીનું સ્થાન લઈ શકે છે અને બોર્ડના અધિકારીઓ પહેલાથી જ તેમના નામ પર ચર્ચા કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રોજર બિન્નીએ 2022 માં BCCI પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે સૌરવ ગાંગુલીનું સ્થાન લીધું હતું. 1983 માં ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીતમાં તેઓ મુખ્ય ખેલાડી હતા. તેમણે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 18 વિકેટ લીધી હતી, જેના કારણે ભારતને ઐતિહાસિક ખિતાબ જીતવામાં મદદ મળી હતી. બિન્નીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા, જેમાં વૈશ્વિક સ્તરે ભારતીય ક્રિકેટને મજબૂત બનાવવા અને વહીવટી સુધારાનો સમાવેશ થાય છે. જોકે, વય મર્યાદાના નિયમને કારણે, તેમણે હવે આ પદ છોડવું પડશે. જેના કારણે રાજીવ શુક્લાને નવા પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

 


Related Posts

Load more