તેરાપંથના જૈન આચાર્ય પૂ.મહાશ્રમણજી તેમના શ્રાવકમંડળ સાથે તારીખ 18 ડિસેમ્બરના રોજ બીએપીએસ મંદિર બોચાસણ ખાતે પધારી શ્રી સ્વામીનારાયણ ભગવાન ના દર્શન કરી સંતો સાથે મુલાકાત કરી હતી. જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજી મંદિર પધારતા કોઠારી સ્વામીશ્રી વેદજ્ઞાનદાસજીએ તેમનુ પુષ્પહારથી સ્વાગત કર્યુ હતું. મંદિરે દર્શન કર્યા પછી બીએપીએસ સંસ્થાના સંતોએ તેમના ઉત્તમ સ્વાસ્થય માટે શ્રી નીલકંઠ મહારાજ પર જળાઅભિષેક કરી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમને બોચાસણમા ચાલતી કાર્યકર શિબિરના સત્રમાં પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું અને તેમણે જણાવ્યું હતું કે બીજાની સેવા માટે કાર્ય કરે તે કાર્યકર.બીજાની સેવા કરવી તે કાર્યકરની જીવનભાવના હોવી જોઇએ. આજે બંને સમાજના સંતો વ્યસનીઓને વ્યસન મુક્ત કરવા કારી આધ્યાત્મિક કલ્યાણ થાય તેવો પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2005માં દિલ્હી ખાતે તેમના ગુરુ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીશ્રી વચ્ચે ના ગાઢ સંબોધની દિવ્સ સ્મરણોની સ્મૃતિ કરી હતી. તેમજ ગુરુહરી મહંત સ્વામી મહારાજના ઉત્તમ સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી.