ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ સિઝફાયર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે આ પહેલા તમને જણાવી દઇએ કે પહલગામમાં આતંકીહુમલા પછી ભારતે પાકિસ્તાનમા રહેલા 9 જેટલા આતંકી સેન્ટરોન નાશ કર્યો હતો અને તેના કારણે બોખલાયેલા પાકિસ્તાને ગોળીબાર અને ડ્રોન હુમલાનો નાપાક પ્રયાસ કર્યો હતો .પાકિસ્તાન તેના દેશમા હોશિયારી મારી રહ્યુ હતુ કે અમે ભારતીય સેનાને કડક જવાબ આપ્યો છે પરંતુ ઓસ્ટ્રિયાના વોર એક્સપર્ટનું નિવેદન વાંચશો તો નાપાક પાકિસ્તાનની પોલ ખુલી જશે.
10 મેના રોજ ભારતના જવાબી હુમલામાં પાકિસ્તાન ઘુટણીય આવવા મજબૂર થયું હતું. આ અંગે ઓસ્ટ્રિયાના વોર એક્સપર્ટે ખુલાસો કર્યો છે ભારતે 10 મે ના રોજ સરગોધા,નુર ખાન એરબેસ પર હુમલો કર્યો હતો જે પછી પાકિસ્તાન પાસે સરેન્ડર કરવા સિવાય કોઇ ઉપાય હતો નહી. ભારકના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પણ આ અંગે તેમના નિવેદનમા ખુલાસો કર્યો હતો. પાકિસ્તાન 9 મેની રાત્રે ભારતને કડક જવાબ આપવાની ધમકીઓ આપતુ હતુ પરંતુ 10મેની સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમા તબાહી મચાવી દીધી હતી અને પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડિજીએમઓ સાથે વાતચિત કરી હુમલો અટકાવવા રજૂઆત કરી હતી.
ભારતની વાયુસેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો હતો તે અંગે ટોમ કુપરે શું કહ્યું.
ટોમ કુપરે કહ્યુ કે,.. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ 7,8 અને 9 મેના રોજ ચાલ્યુ હતું ત્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ પર પ્રહાર કરી ભારે નુકશાન પહોંચાડ્યુ હતું. પાકિસ્તાની એરફોર્સ બેકફુટ પર આવી ગઇ હતી. ભારતે વળતા જવાબમા જ્યારે પાકિસ્તાની એર ડિેફેન્સ સેન્ટરને નુકશાન પહોંચાડી નબળુ કર્યુ ત્યારે પાકિસ્તાનને ડર હતો કે ભારત તેના પરમાણુ હથિયારના સેન્ટરો પર હુમલો કરવાનુ શરૂ ન કરે ભારતે સરગોઘા કોમ્પલેક્ષ અને નૂર ખાન એરબેસ કે જે પાકિસ્તાનના પરમાણુ ફોર્સનું હેડક્વોટર છે.
પાકિસ્તાને 9 તારીખની રાત્રે ડ્રોન હુમલાથી ભારતને ડરાવવાનું દુશાહસ કર્યુ હતું અને 10 તારીખની વહેલી સવારે પાકિસ્તાન ઘુટણે આવી ગયુ હતું તેમ એક્સપર્ટનું કહેવું છે. અને આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પણ તેમના નિવેદનમા કહી હતી.