સિડની ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે પાકિસ્તાનની ટીમે માત્ર 68 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટમ્પના સમયે મોહમ્મદ રિઝવાન 6 રનના સ્કોર પર અણનમ હતો જ્યારે આમેર જમાલ શૂન્યના સ્કોર પર હતો. પાકિસ્તાનની લીડ હવે 82 રનની છે. આ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે અત્યાર સુધી 9 રનમાં 4 વિકેટ ઝડપી છે. આ સિવાય મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને ટ્રેવિસ હેડે પણ 1-1 વિકેટ લીધી છે. ઓસ્ટ્રલીયાને 82 રનની લીડ મળી છે. પાકિસ્તાને પ્રથમ દાવમાં 313 રનમાં ઓલઆઉટ થઇ અને ઓસ્ટ્રલીયા પ્રથમ દાવમાં 299 રનમાં ઓલઆઉટ થઇ . ઓસ્ટ્રલીયાએ બીજી ઇનીંગની બોલીંગમાં પાકિસ્તાનની બેટીંગ ઓર્ડર ધ્વસ્ત કરી નાખી. એક રનામાં તો પાકની 2 વિકેટ હતી. હેઝલવુડે 4 વિકેટ લીધી ત્યાપ પછી સ્ટાર્ક,લાયન અને હેડે એક -એક વિકેટ લીધી.
પાકિસ્તાનની બીજી ઇનીંગ સ્કોર – Fall of wickets: 1-0 (Abdullah Shafique, 0.6 ov), 2-1 (Shan Masood, 1.2 ov), 3-58 (Saim Ayub, 17.4 ov), 4-60 (Babar Azam, 20.1 ov), 5-67 (Saud Shakeel, 24.1 ov), 6-67 (Sajid Khan, 24.3 ov), 7-67 (Agha Salman, 24.5 ov) •
જમાલ પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો.
ટેસ્ટ ક્રિકેટમાં, પાકિસ્તાન માટે અત્યાર સુધી કોઈ બોલરે 3 કે તેથી ઓછી મેચની પોતાની ડેબ્યૂ સિરીઝમાં 18 વિકેટ લીધી નથી. આ સિદ્ધિ હાંસલ કરીને જમાલ ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન માટે આવું કરનાર પ્રથમ બોલર બની ગયો છે. જમાલે આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 7 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે એક ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. આ પછી મેલબોર્ન ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં જમાલે કુલ 5 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેણે સિડની ટેસ્ટમાં પણ 6 વિકેટ ઝડપી છે. જમાલે અત્યાર સુધી રમાયેલી માત્ર 3 ટેસ્ટ મેચોમાં બે વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.
ઈમરાન ખાન બાદ આમિર જમાલ પાકિસ્તાન માટે આવું કરનાર બીજો ખેલાડી બન્યો છે.
આ મેચમાં આમિર જમાલ પણ બેટથી શાનદાર રહ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાન ટીમની પ્રથમ ઇનિંગ દરમિયાન 82 રન બનાવ્યા હતા. આ સાથે, 6 વિકેટ લીધા બાદ, જમાલ હવે પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં આવી સિદ્ધિ મેળવનાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન પછી બીજો ખેલાડી બની ગયો છે. ઈમરાન ખાને વર્ષ 1983માં ભારત વિરુદ્ધ ફૈસલાબાદ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે તેણે 117 રનની ઈનિંગ રમવાની સાથે 6 વિકેટ પણ લીધી હતી.