Aus Vs Pak – ઓસ્ટ્રેલિયાએ સિડની ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું, શ્રેણી 3-0થી જીત્યું ઓસ્ટ્રલીયા

By: nationgujarat
06 Jan, 2024

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની 3 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ પણ જીતી લીધી હતી અને શ્રેણી 3-0થી સમાપ્ત કરવામાં સફળ રહી હતી. સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ હતો, જે ઓસ્ટ્રલીયાએ રમતના બીજા સત્રમાં માત્ર 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે, કાંગારૂ ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે, જે અગાઉ ભારતીય ટીમના કબજામાં હતી. સિડની ટેસ્ટ મેચની સમાપ્તિ સાથે ડેવિડ વોર્નરે પણ આ ફોર્મેટને અલવિદા કહી દીધું.

શાન મસૂદની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમવા આવેલી પાકિસ્તાની ટીમને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. પર્થ અને મેલબોર્ન ટેસ્ટ મેચમાં હાર બાદ દરેકને આશા હતી કે સિડની ટેસ્ટમાં પાકિસ્તાની ટીમ તરફથી તેઓ વધુ સારું પ્રદર્શન કરશે, પરંતુ તેમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો ન હતો અને આ મેચમાં તેઓ 8 વિકેટથી હારી ગયા હતા. સિડની ટેસ્ટ મેચમાં પાકિસ્તાન ટીમનો બીજો દાવ માત્ર 115 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો જેના કારણે ટીમ ઓસ્ટ્રેલિયા સામે ચોથી ઈનિંગમાં લડાયક સ્કોર બનાવી શકી ન હતી.

બીજી ઇનીંગમાં ઓસ્ટ્રલીયા 115 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. સૌથી વધુ અયબે 33 રન કર્યા હતા ત્યાર પછી રીઝવાને 28 રન બાબર આઝમે 23 રન અને અમર જમાલે 18 રન કર્યા હતા. ઓસ્ટ્રીલાય તરફથી હેઝલવુડે 4 વિકેટ લાયને 3 વિકેટ,સ્ટાર્ક,કમિન્સ,હેડે એક-એક વિકેટ લીધી હતી. પાકિસ્તાને જીત માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે 2 વિકેટે હાંસલ કરી લીધો. 130 રનના ટાર્ગેટમાં ઉસ્માન ખ્વાજા 0 પર આઉટ થયો. વોર્નર 57 અને લાબુશેન 62 રન પર આઉટ થયો. 1-0 (Usman Khawaja, 0.6 ov), 2-119 (David Warner, 24.5 ov)

પાકિસ્તાન વિકેટ – 1-0 (Abdullah Shafique, 0.6 ov), 2-1 (Shan Masood, 1.2 ov), 3-58 (Saim Ayub, 17.4 ov), 4-60 (Babar Azam, 20.1 ov), 5-67 (Saud Shakeel, 24.1 ov), 6-67 (Sajid Khan, 24.3 ov), 7-67 (Agha Salman, 24.5 ov), 8-109 (Mohammad Rizwan, 39.4 ov), 9-109 (Aamer Jamal, 40.1 ov), 10-115 (Hasan Ali, 43.1 ov)


Related Posts

Load more