ચૂંટણી પંચે બિહાર, બંગાળ, MP સહિત 7 રાજ્યોની 13 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. 13 બેઠકો પર પેટાચૂંટણી માટે 10 જુલાઈએ મતદાન થશે.
10 જુલાઈએ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર મતદાન થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. 10 જુલાઈના રોજ મતદાન થશે. પરિણામ 13મી જુલાઈએ આવશે.
કયા રાજ્યની કઇ બેઠક પર ચૂંટણી યોજાવાની છે?
રાજ્યમાં બેઠક ખાલી થવાનું કારણ
રુપૌલી બિહારના ધારાસભ્ય બીમા ભારતીએ રાજીનામું આપ્યું
બંગાળના રાયગંજના ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણીએ રાજીનામું આપ્યું
રાણાઘાટ દક્ષિણ – મુકુટમણિ અધિકારીએ રાજીનામું આપ્યું
બગડા – બિસ્વજીત દાસે રાજીનામું આપ્યું
માણિકતલા – ધારાસભ્ય સાધન પાંડેનું નિધન
વિકરાવંડી તમિલનાડુના ધારાસભ્ય થિરુ એન પીનું નિધન
અમરવાડા મધ્યપ્રદેશના ધારાસભ્ય કમલેશ પ્રતાપે રાજીનામું આપ્યું
રાજેન્દ્ર સિંહના રાજીનામા બાદ બદ્રીનાથ ઉત્તરાખંડ ખાલી થઈ ગયું છે.
મેંગલોર – ધારાસભ્ય સરવત અન્સારીનું નિધન
જલંધર પશ્ચિમ પંજાબના ધારાસભ્ય શીતલ અંગુરાલે રાજીનામું આપ્યું
દેહરા હિમાચલ પ્રદેશના ધારાસભ્ય હોશાયર સિંહે રાજીનામું આપ્યું
હમીરપુર – આશિષ શર્માનું રાજીનામું
નાલાગઢ – કેએલ ઠાકુરનું રાજીનામું