Asiacup – શ્રીલંકા જીત તરફ વઘી રહ્યુ છે, બાંગ્લાદેશ હારશે તે નક્કી

By: nationgujarat
31 Aug, 2023

બાંગ્લાદેશ vs શ્રીલંકા એશિયા કપ 2023 લાઇવ અપડેટ્સ: એશિયા કપ 2023 ની બીજી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રન જ બનાવી શકી હતી. જવાબમાં, શ્રીલંકાની ટીમ ખરાબ શરૂઆત બાદ પણ લીડમાં હોય તેવું લાગી રહ્યું છે.નજમુલ શાંતોએ 89 રનની જોરદાર ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી મેથીસા પથિરાનાએ 32 રન આપ્યા હતા. તેણે લ ચાર વિકેટ ઝડપી, જ્યારે મહિષ તીક્ષાનાએ 19 રનમાં બે વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. ડેબ્યુ મેચ રમવા ઉતરેલ તન્જીદ હસન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ નઈમ 16 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન શાકિબ અલ હસન માત્ર 5 રન બનાવી શક્યો હતો. હરિદો અને શાંતો વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી પરંતુ હરિડો 20ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમે 13 રન બનાવ્યા હતા. હસન મિરાજ 5 રને રન આઉટ થયો હતો. તસ્કીન અને રહેમાન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. શાંતોએ 122 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ટુર્નામેન્ટના ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા હાલમાં ICC ODI ટીમ રેન્કિંગમાં આઠમા સ્થાને છે જ્યારે બાંગ્લાદેશ રેન્કિંગમાં સાતમા સ્થાને છે.

શ્રીલંકાનો સ્કોર આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યા સુધીમાં 114 માં 3 વિકેટ છે  જીત માટે ફકત 51 રન ની જરૂર છે એટલે આ મેચ શ્રીલંકા સરળતાથી જીતી લેશે તે નક્કી છે.

Fall of wickets: 1-13 (Dimuth Karunaratne, 2.1 ov), 2-15 (Pathum Nissanka, 3.3 ov), 3-43 (Kusal Mendis, 9.2 ov) • DRS


Related Posts

Load more