આશા હતી જ નહીને…. એશિયા કપ માટે ભારતિય ટીમમાં પસંદગી થવા બદલ રિંકુ સિંહનો ઘસ્ફોટ

By: nationgujarat
23 Aug, 2025

આગામી મહિનામા દુબઇમાં આ વખતે એશિયા કપ રમાવવાનો છે આ ટુર્નામેન્ટ આ વખતે ટી-20 ફોર્મેટમા રમાશે. ભારતીય ટીમે થોડા દિવસ પહેલા જ ટુર્નામેન્ટ માટે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાક કરી હતી આ ટીમમાં બેટર રિંકુ સિંહને પણ સ્થાન મળ્યું છે. રિંકુ સિંહનુ હાલમાં ડોમેસ્ટીક ફોર્મેટમા તેમજ ઇન્ટરનેશનલ મેચોમાં પ્રદર્શન સારુ નથી. જેના કારણે રિંકુ સિંહને આશા હતી જ નહી કે એશિયા કપ માટે ભારતીય ટીમમાં તેની પસદંગી થશે.

રિંકુ સિહને ટીમમાં સ્થાન મળતા તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે તેને હમણા જ યુપી ટી-20 મેચમાં મેરઠની ટીમ સામે સદી ફટકારી હતી રિંકુએ તે મેચમાં 48 બોલમાં 108 રન ફટકાર્યા હતા જેમા 7 ચોક્કા અને 8 સિક્સ ફટકારી હતી ટીમમા સ્થાન મળ્યાપછી તેને કહ્યુ કે મારો આત્મવિશ્વાસ વધશે તેને કહ્યુ કે ટીમ મેનેજમેન્ટ હવે ઓલરાઉન્ડર પર વધુ ફોકસ કરે છે. જો કોઇ ખિલાડી બેટીગથી સારુ પ્રદર્શન ન કરે તો બોલીગ થી કરી શકે એટલા માટે હવે બોલીગ પણ મહત્વની છે. તેને કહ્યુ તે ટોપ ઓડરમા બેટીગ  કરવી અનુકુળ છે પરંતુ ટીમ મેનેજમેન્ટ જે પણ રોલ આપશે તે નિભાવીશ.રિંકુ સિંહે ટીમ ઇન્ડિયામાથી 33 ટી-20 મેચમાં 42ની એવરેજથી 546 રન કર્યા છે. આઇપીએલમા તેનુ પ્રદર્શન કઇ એટલુ ખાસ રહ્યુ નથી. આઇપીએલ 2025મા તેણે 13 મેચમાં 206 રન કર્યા છે. હવે એશિયા કપમાં તેને પ્લેઇંગ 11મા સ્થાન મળશે તો કેવુ પ્રદર્શન કરે છે તેના પર સૌની નજરહ રહેશે.


Related Posts

Load more