IPL 2025 ક્વોલિફાયર 2 મેચ આજે રવિવાર 1 જૂને પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. સદભાગ્યે, ગુજરાત ટાઇટન્સ એલિમિનેટરમાં હરાવીને ક્વોલિફાયર 2 માં પહોંચી ગયું છે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં વિજેતા ટીમનો સામનો ફાઇનલમાં RCB સામે થશે, જ્યારે હારનાર ટીમની સફર અહીં જ સમાપ્ત થશે. આ મેચ પહેલા, ભૂતપૂર્વ ભારતીય ખેલાડી આર અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ પર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. અશ્વિને કહ્યું કે MI નું આટલું નસીબ કેવી રીતે ચમકે છે? જો કે ગુજરાત સામેની મેચમાં રોહીતને જીવત દાન મળ્યું તે પણ એક સવાલ ઉભા કરે છે , રોહીત અચાનક ફોર્મા આવે છે તે સમજાતુ નથી
આર અશ્વિને કહ્યું કે આ 2018 ની મેચ છે. તે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ વચ્ચેની મેચ હતી, જેમાં હું પંજાબનું નેતૃત્વ કરી રહ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોર 13 ઓવરમાં પાંચ વિકેટે 80 રન હતો. તેઓ મેચમાં ક્યાંય નહોતા. આ પછી, અચાનક વીજળી જતી રહે ત્યારે ફ્લડલાઇટ્સ બંધ થઈ જાય છે. મેચ 20 મિનિટ મોડી પડે છે. જ્યારે મેચ ફરી શરૂ થાય છે, ત્યારે કિરોન પોલાર્ડ વિસ્ફોટક બેટિંગ કરે છે અને મુંબઈ 180 કે 200 રન બનાવે છે.
કંઈક તો હશે જ…
તે મેચનો ઉલ્લેખ કર્યા પછી, અશ્વિને આગળ કહ્યું કે હા.. દરેકનું નસીબ હોય છે. પરંતુ MI સાથે હંમેશા આવું કેમ થાય છે? આપણે શોધવું જોઈએ કે તેમને આટલું બધું નસીબ ક્યાંથી મળે છે. કંઈક તો હશે જ. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત IPL ટાઇટલ જીત્યું છે. આ ટીમે CSK સાથે સૌથી વધુ વખત ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિને અહીં જ અટક્યા નહીં, તેમણે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સની મેચની પણ ચર્ચા કરી.
શું તમને મુંબઇ ઇન્ડિયન્સની જીત ની સફળતા પર શંકા છે તો કમેન્ટ કરીને જણાવો.