દિલ્હી વિઘાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની એટલે કે આમ આદમી પાર્ટીની હાર થતા દિલ્હીના રાજકારણમાં આજકાલ કેજરીવાલ છવાયેલા રહે છે . આજે કેજરીવાલે પંજાબના ધારાસભ્ય અને મુખ્યમંત્રીઓ સાથે દિલ્હી ખાતે બેઠક કરી હતી તેમા અવો અંદાજ રાજકીય પંડિતોએ લગાવ્યો હતો કે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે અને કેજરીવાલ મુખ્યમંત્રી બને તેવા એંઘાણ છે પરંતુ બેઠક પરુ થયા પછી આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરી પંજાબના રાજકારણની તમામ અટકોળોનો જવાબ આપ્યો હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસમાં જણાવ્યું હતું કે પંજાબના આપ પાર્ટીના નેતાઓએ દિલ્હીમાં પાર્ટીની જીત માટે જે પ્રયાસો કર્યા હતા તેના સંદર્ભે આભાર વિધિ કાર્યક્રમ હતો. ચૂંટણીમાં હાર જીત તો થતી રહે છે પણ આજની બેઠકમાં અમને કેજરીવાલજીનું માર્ગદર્શન પણ મળ્યુ છે આગામી ચૂંટણીમાં કોઇ કચાસ ન રહે તે માટે મંથન કરવામાં આવશે. પંજાબમાં મુખ્યમંત્રી બદલાવાની વાતને ભગવંત માને નકારી દીધી છે. અને તેમણે કહ્યુ છે કે પંજાબમાં કોઇ ફેરબદલ નથી થવાના. અરવિંદ કેજરીવાલે અમને પંજાબમાં તમામ જનસુખાકારી કાર્યો કરવા તેમજ ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો ના કાર્યોની સમિક્ષા કરવામાં આવી હતી અમે પંજાબમા જનતાને આપેલા વચનો પુર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઘણા એવા કામો કર્યા છે જે અમે જનતાને વચન નોહતા આપ્યા . પંજાબની સરકાર પંજાબની જનતાના રૂપિયા બચાવી સારા કાર્યોમા કેવી રીતે વાપરીએ તે નો પ્રયાસ કરીશું.
ભગવંત માને કહ્યું કે આમ આદમી પાર્ટીના 10 વર્ષના શાસનમાં દિલ્હીમાં જેટલું કામ થયું છે તેટલું કામ છેલ્લા 75 વર્ષમાં થયું નથી. જીત અને હાર એ ચૂંટણીની રાજનીતિનો એક ભાગ છે. અમે પંજાબમાં દિલ્હીના અનુભવનો ઉપયોગ કરીશું. અમે દિલ્હીના આદેશનું સન્માન કરીએ છીએ. અમે પંજાબને મોડલ રાજ્ય તરીકે વિકસાવીશું. અમે એવું પંજાબ મોડલ બનાવીશું કે આખો દેશ જોશે. વિકાસના કામો પર ધ્યાન આપવું પડશે. અમે એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છીએ. અમે વધુને વધુ લોકોના દિલ જીતવાની દિશામાં કામ કરીશું. ગ્રાસિમ અને ટાટા સ્ટીલ સહિત મોટી કંપનીઓએ પંજાબમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે.
આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાના પ્રતાપ સિંહ બાજવાના દાવા અંગે મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, ‘તેઓ છેલ્લા ત્રણ વર્ષથી દાવો કરી રહ્યા છે કે 30-40 AAP ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. તેમને આવા દાવા કરતા રહેવા દો. AAP ધારાસભ્યોને બાજુ પર રાખીને, તેઓએ પહેલા દિલ્હીમાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ગણવી જોઈએ. કોંગ્રેસના ઘણા નેતાઓએ દાવો કર્યો હતો કે ભગવંત માન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંપર્કમાં છે અને ગમે ત્યારે AAP સામે બળવો કરી શકે છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘તેમને બોલવા દો – તેઓ આવા દાવા કરવાનું ચાલુ રાખી શકે છે. આવી સંસ્કૃતિ તેમના પક્ષમાં છે, તેથી જ તેઓ આવા દાવા કરે છે. અમે અમારા લોહી અને પરસેવાથી આ પાર્ટી બનાવી છે. તેથી તેને છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.