Appleની મોટી જાહેરાત, હવે iPhoneમાં પણ થશે Call Recording,

By: nationgujarat
11 Jun, 2024

iPhone Call Recording: 10 જૂનના રોજ યોજાયેલ Apple WWDC 2024માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. કંપનીએ આ ઇવેન્ટમાં Apple Intelligenceને iOS 18 વિશે માહિતી આપી છે. જો કે, આ સમગ્ર કાર્યક્રમની સૌથી મોટી ખાસિયત એ છે કે iPhone પર કોલ રેકોર્ડિંગની શરૂઆત થશે. એટલે કે હવે યુઝર્સ iPhone પર પણ કોલ રેકોર્ડિંગ (Call Recording) કરી શકશે.

કંપનીએ AI એન્હાન્સ્ડ કોલ રેકોર્ડિંગનું ફીચર ઉમેર્યું છે, જેને ફોન એપથી સીધા જ એક્સેસ કરી શકાય છે. આ માટે તમારે અન્ય કોઈ એપની જરૂર નહીં પડે. આઈફોનમાં પહેલા કોલ રેકોર્ડિંગ ફીચર ઉપલબ્ધ નહોતું, જેના કારણે ઘણા યુઝર્સ પરેશાન હતા.

યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે

એપલના સોફ્ટવેર એન્જિનિયર Craig Federighiએ ઈવેન્ટમાં આ ફીચર વિશે માહિતી આપી હતી. ટૂંક સમયમાં iPhone યુઝર્સને એન્ડ અને મ્યૂટ બટન સાથે કોલ રેકોર્ડિંગનો વિકલ્પ મળશે. કંપનીએ યુઝર્સની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખ્યું છે.

જેમ જેમ કોઈ વ્યક્તિ રેકોર્ડિંગ ચાલુ કરશે કે તરત જ અન્ય પક્ષને તેના વિશે માહિતી મળી જશે. આ ફીચર એન્ડ્રોઇડમાં ઉપલબ્ધ કોલ રેકોર્ડિંગ ફીચરની જેમ જ કામ કરે છે. જો તમે ગૂગલની ફોન એપનો ઉપયોગ કરો છો, તો તેમાં પણ રેકોર્ડિંગ કરવાથી અન્ય યુઝર્સને માહિતી ઉપલબ્ધ થઈ જાય છે.

અન્ય ઘણા ફીચર્સ પણ મળશે

જો કે, એ જાણી શકાયું નથી કે કોલ રેકોર્ડિંગ અથવા તેનું નોટિફિકેશન ફીચર ફક્ત iPhone થી iPhone પર જ કામ કરશે અથવા બધા ફોન પર કામ કરશે. કૉલ સમાપ્ત થયા પછી તમે નોટ્સ એપ્લિકેશનમાંથી આ રેકોર્ડિંગને ઍક્સેસ કરી શકશો.

આ સિવાય Appleએ હવે ChatGPT ને Siri સાથે ઈન્ટિગ્રેડ કર્યું છે. તમે કોઇ પણ સવાલનો જવાબ ChatGPTથી Siriની મદદથી પૂછી શકશો. જો કે, આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારે દર વખતે ChatGPTનો ઉપયોગ કરવા માટે Siriને પરવાનગી આપવી પડશે. ટૂંક સમયમાં યુઝર્સ iOS 18 સાથે આ ફીચર્સને ઍક્સેસ કરી શકશે.


Related Posts

Load more