સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું પ્રથમ અભિભાષણ – આજે વિશ્વના દેશો ભારતને સન્માનની દ્રષ્ટીથી જુવે છે.

આજથી સંસદનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. સત્રની શરૂઆત સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ સંસદ પહોંચી ગયા છે. સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કરતા કહ્યું હતું કે દેશ વિકાસનાં મંત્ર સાથે આગળ વધી રહ્યો છે.

આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે
સંસદમાં રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું- આપણી સામે યુગ નિર્માણની તક છે. આ માટે સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરવાનું છે. આપણે 2047 સુધીમાં એવા રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે, જેમાં ભૂતકાળનું ગોરવ અને આધુનિકતાનો દરેક સ્વર્ણિમ અધ્યાય હોય. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. દેશમાં ગરીબી ન હોય, મધ્યમ વર્ગ વૈભવથી સમૃદ્ધ હોય. યુવા સમયથી બે ડગલા આગળ ચાલતો હોય, એવું ભારત હોય.

સરકારે કડક પગલા ભર્યા
​​​​​​​રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આતંકવાદ સામે કડક કાર્યવાહી સુધી, એલઓસીથી લઈને એલએસી સુધી દરેક દુ:સાહસના જડબાજોડ જવાબ સુધી, આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને ત્રિપલ તલાક સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.

ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું- દુનિયામાં જ્યાં પણ રાજકીય અસ્થિરતા છે, તે દેશ સંકટથી ઘેરાયેલા છે. અમારી સરકારે જે નિર્ણય લીધા, તેનાથી ભારત આજે દુનિયાના અન્ય દેશો કરતા સારી સ્થિતિમાં છે. મારો સ્પષ્ટ મત છે કે ભ્રષ્ટાચાર સામાજિક ન્યાય અને લોકશાહીનો સૌથી મોટો દુશ્મન છે. આપણે નક્કી કર્યું કે પ્રમાણિકનું સન્માન કરાશે અને ભ્રષ્ટાચારીઓ માટે કોઈ સ્થાન રહેશે નહીં.

આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. મોદી સરકારે 2014થી અત્યાર સુધીમાં કુલ 9 બજેટ રજૂ કર્યા છે અને આ વર્ષે 10મું બજેટ રજૂ કરવા જઈ રહી છે.

રાષ્ટ્રપતીજીનું સંસદમાં સંબોધન

 • થોડાક જ મહિના પહેલા દેશે આઝાદીના 75 વર્ષ પુરા કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ કર્યો છે.
 • આવનાર 25 વર્ષ દેશના દરેક નાગરીક માટે કર્તવ્યતા બંધ દેખાડવાની તક છે.
 • 2047 સુધીમાં આપણે એવા ભારતનું નિર્મણ કરવાનું છે જે અતિથી ગૌરવ સાથે જોડાયેલ હોય આધુનિત ભારતનું નિર્માણ કરવાનું છે. આપણે આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. ભારત માનવતાની મદદ કરે તેવા ભારતનું નિર્માણ કરવાનું છે. એવું ભારત હોય જયા ગરીબી ન હોય જેનો મધ્યવર્ગપણ મજબૂત હોય યુવા અને નારી શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપે.
 • આજે અમૃતકાળનો સમય દેશ માટે મહત્વનો છે.
 • ભારત સરકારને લોકોએ પહેલી વાર દેશની સેવા કરવાની તક આપી ત્યારે સૌનો સાથે સૌનો વિકાસ સાથે કામ કરવાની શરૂઆત કરી અને સમય સાથે સૌનો સાથ અને સૌનો વિકાસ જોડાયો જે આજે વિકસીત ભારતની પ્રેરણા બન્યું છે આ સુત્ર ટુંક સમયમાં અમારી સરકારને 9 વર્ષ પુર્ણ થશે.
 • આ 9 વર્ષમાં ભારતના લોકોએ ઘણા પરિવર્તન જોયા છે. આજે દુનિયાના દેશો ભારતને અલગ નજરથી જોવે છે. પહેલા ભારત પહેલા પોતાની સમસ્યા દુર કરવા બીજા દેશ પર નિર્ભર રહેતો આજે ભારત દુનિયાની સમસ્યાને દુર કરવાનું માધ્યમ બની રહ્યુ છે.
 • આધુનિક ઇન્ફાસ્ટ્રકટર બનવાની શરૂઆત થઇ છે આજે ભારતમાં ડિજિટલ નેટવર્ક શરૂ થઇ રહ્યુ છે.
 • આજે ભારતમાં ઇમાનદાર લોકોનું સન્માન કરનારી સરકાર છે, આજે ભારતમાંગ ગરીબ લોકો માટે કામ કરનારી સરકાર છે,આજે ભારતમાં ઇનોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી જન કલ્યાણને સર્વોપરી રાખનારી સરકાર છે. આજે ભારતમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કરનારી સરકાર છે, આજે ભારતમાં પ્રગતી સાતે પ્રકૃતિનું સરક્ષણ કરનારી સરકાર છે. આજે ભારતમાં વિરાસતની સરક્ષણ સાથે આધુનિકતાનું પ્રોત્સાહન આપનારી સરકાર છે, આજે ભારત તેની વૈશ્વીક ભૂમિકાને આત્મવિશ્વાસથી આગળ વઘારનીર સરકાર છે
 • દેશવાસીઓનો આભાર પ્રગટ કરુ છું કે તેમને સતત બે વર્ષ એક સ્થિર સરકારને સેવા કરવાની તક આપી છે.
 • સર્જીકલ સ્ટ્રાઇકથી લઇ આંતકવાદ પર કઠોર કાર્યવાહી તો એલોસી થી એલએસી પર કાર્યવાહી કરી છે.
 • કાશ્મીરમાં 370 કલમ દુર કરવાથી લઇ ત્રીપલ તલાક કાયોદુ દુર કરવા સરકારે કામ કર્યુ છે.
 • મારી સરકારે રાષ્ટ્રહિત માટે મહત્વના નિર્ણય કર્યા છે.
 • ભ્રષ્ટાચાર લોકતતંત્ર અને સામાજીક ન્યાયનો મોટો દુશ્મન છે તેથી ભ્રષ્ટાચાર સામે મારી સરકાર કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર કરનાર માટે દેશના લોકો સાહાનુભૂતિ ન દાખવે તે માટે કામ કરવામાં આવે છે.
 • આજે દેશમાં ભ્રષ્ટાચાર કામ દુર કરવા ઓનલાઇ ટેન્ડરથી કામ કરવામાં આવે છે.
 • કેશલેસ વ્યવસ્થા વધરાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 • દેશનો ઇમાનદાર કરદાતા ઇચ્છે છે કે સરકાર શોર્ટ કર્ટની રાજીનીતીથી બચે એવી યોજના બને કે જે સમસ્યાનું નક્કર સમાધાન આપે
 • સરકારની યોજનાનો લાભ દેશના દરેક નાગરીકને મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
 • કોરોનામાં ગરીબ લોકોના જીવન બચાવવા પ્રયાસ કર્યો અને કોઇ ગરીબ ભુખ્યુ ન સુવે તે પ્રયાસ કરી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજાનાને વધારવાનો નિર્ણય કર્યો છે.
 • મહિલાઓની સેનામાં ભરતી કરવાની તક આપી છે આજે દેશની દિકરી મીલેટ્રી ટેન્રીગ સ્કુલમાં ભણી રહી છે.
 • સરકારની યોજનાઓથી શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેસિયો ઘટયો છે.
 • એક તરફ અમારી સરકારે કેદાર નાથ ધામ કાશી વિશ્વનાથઘામ અને મહાકાલ  મહાલોકનું નિર્માણ કર્યુ તો અમારી સરકારે દરેક જીલ્લામાં મેડિકલ કોલેજો પણ બનાવી રહી છે.
 • મારી સરકાર તિર્થ અને ઐતિહાસિક ધરોહરનો વિકાસ કરી રહી છે તો ભારત દુનિયાનું સ્પેસ પાવર બની રહ્યુ છે.
 • ભારતે પહેલુ પ્રાઇવેટ સેટેલાઇટ પણ લોન્ચ કર્યુ છે.

ખેતીમાં પણ ગ્રામીણ ઇન્ફાસ્ટ્રકટરને મજબૂત કરી રહ્યા છીએ તો ડ્રોન ટેકનોલોજીથી સોલર પાવરથી ખેડૂતોને તાકાત આપી રહ્યા છીએ. શહેરોને સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe