અમરેલી: બાબરા ભાજપના મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાં રેડ, આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત

By: nationgujarat
01 Dec, 2023

અમરેલી: ખેડામાં આયુર્વેદિક સિરપ પીધા બાદ શંકાસ્પદ મોત થયાના કિસ્સા બાદ રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે અમરેલીના બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી વિગત પ્રમાણે બાબરા પોલીસે બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના પતિના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ દરિમિયાન ગોડાઉમાંથી પોલીસે 4.50 લાખની રૂપિયાની 3 હજાર સિરપની બોટલ મળી આવી હતી.હાલ પોલીસ આ તમામ બોટલનો જથ્થો જપ્ત કરી FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

અગાઉ પણ નગરસેવકના પતિના ગોડાઉનમાંથી ઝડપાઈ હતી 40 હજાર સિરપની બોટલ

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાબરા નગરપાલિકાના સભ્યના પતિના ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપની બોટલ રેડ દરમિયાન ઝડપાઈ હતી. વોર્ડ નંબર 1ના નગરસેવકના પતિના ગોડાઉનમાંથી 40 હજાર આયુર્વેદિક સિરપની બોટલ મળી આલી હતી. જેની કિંમત 60 લાખ જેટલી હતી. આટલી મોટી માત્રામાં સિરપની બોટલ મળી આવતા હડકંપ મચી ગયો હતો. એલસીબીએ રેડ કરી આ કાર્યવાહી હતી. નગરસેવનકા પતિ કોઈ રોકટોક વિના ખુલ્લેઆમ નશીલી આયુર્વેદિક સિરપ વેચતા હોવાનું સામે આવ્યુ છે.જો કે એ જ નગરસેવકને ત્યાંથી ત્રણ મહિનાના સમયગાળામાં સતત બીજીવાર સિરપની બોટલો મળી આવી છે. પહેલા 40 હજાર સિરપની બોટલ અને હવે 3 હજાર સિરપની બોટલ મળતા હડકંપ મચી ગયો છે. જો કે સવાલ એ પણ છે કે અગાઉ ઝડપાયેલી સિરપ મામલે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી અને આ વખતે પણ તેમને ત્યાંથી મોટી માત્રામાં આયુર્વેદિક સિરપ ઝડપાઈ છે ત્યારે શું તેમની સામે કાર્યવાહી થશે કે રાજકીય વગના જોરે છૂટી જશે?


Related Posts

Load more