નવરાત્રીના આઠમા દિવસે અમદાવાદ નો ગરબોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ઝૂમ્યા

કોરોનાને કારણે બે વર્ષ પછી નવરાત્રિ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિ પર્વે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રિના પહેલા દિવસથી જ ખેલૈયાઓ એક-એક ક્ષણનો આનંદ માણવા માગતા હોય તેમ ગરબા રમઝટ બોલાવી રહ્યા છે. અમદાવાદની શાન સમા રિવરફ્રન્ટ ખાતે રાધે એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજીત અમદાવોદનો ગરબો માં ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે તેમના ગ્રુપ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાઘના કરી. ખેલૈયા રંગબેરંગી ચણિયાચોળી, કેડિયા, પાઘડી, છત્રી અને નીતનવીન પ્રોપ સાથે ગરબાના તાલે ઘૂમ્યા હતા.

ગરબે ઘૂમતા ખેલૈયાનાં અવનવાં સ્ટેપ્સ

આજના ખેલૈયાઓમાં પ્રોફેશનલ ગરબાનો ક્રેઝ વધ્યો છે. મોટા ભાગના ખેલૈયાઓ ક્લબો અને પ્રોફેશનલ ગરબા રમવાનું વધારે પસંદ કરે છે. ગરબે ઘૂમતા ખેલૈયાઓએ એવાં-એવાં અવનવાં સ્ટેપ્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે અમદાવાદના સુરભી ગરબા રાસ કલાસીસના વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ પહેરવેશમાં 100 થી વધારે ખેલૈયાઓ એક ગ્રુપમાં ગરબે ઝૂલી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. ગરબા જોવા આવેલ સૌ સુરભી ગ્રુપના ગરબા જોવાનો આનંદ માળ્યો. સુરભી ગરબાના ટ્રેનર કૌશલ ઉદાણીએ નેશન ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે, સુરભી ક્લાસીસ છેલ્લા 15 વર્ષથી અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ આવકાર હોલ ખાતે ચલાવી રહ્યા છે. સુરભી ક્લાસીસમાં તેમની સાથે સની ભોગતે,ધર્મેશ ભાવસાર તેમજ આખી ટીમે કોરોના પછી મળેલ છુંટમાં વિદ્યાર્થીઓને ગરબાના અવનવા સ્ટેપ્સ શિખવાળ્યા હતા. આ વખતને ગરબામાં હોળો,કચુકો,અમદાવાદની સ્પેશિયલ સ્ટાઇલ,ક્રિષ્ના સ્ટાઇલ પર ગ્રુપના વિદ્યાર્થીઓએ અમદાવાદ નો ગરબો માં રાસ રમ્યા છે. આ વખતે 200 થી વઘારે યુવાનો ગરબા શિખ્યા હતા તમામ યુવાનો એક ગ્રુપમાં નવ દિવસ સાથે ગરબા રમી માતાજીની આરાઘના કરી.

ગરબા ગાયક કલાકાર રાજ પંડિતના સુરે ખેલૈયાઓ ઝૂમ્યા

ગરબાના આયોજક રીતેષભાઇ વ્યાસ, રાઘે એન્ટરટેનમેન્ટના આયોજક વિશાલ જાદવ તેમની ટીમ સાથે . ગરબાના આયોજક રીતેશભાઇ અને વિશાલભાઇએ સારા ગરબા રમતા ખેલૈયાઓને ઇનામનું વિતરણ કરી સન્માનીત કર્યા હતા.

ગાયક કલાકાર રાજ પંડિત અને તેમની ટીમે ખેલૈયાઓને ગરબે ઝુલાવ્યા. રાજ પંડિતે ના સુર

એક વાર બોલું કે કે બે વાર બોલું કે ત્રણ વાર બોલુ ઓ માં તમે ગરબે રમવા આવજો… કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા… .ચોટીલે ડાકલા વાગ્યા ચામુડામાના ચોટીલે ડાકલા વાગ્યા જેવા ગરબા ગાય ખેલૈયાઓને ગરબે ઝુલાવ્યા.

અમદાવાદનો ગરબાના વધુ વિડયો જુવા અમારી યુટ્યુબ ચેનલ પરથી જોઇ શકો છો.  લીંક પર  કીલક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe