રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 23 નવેમ્બરનાં રોજ યોજાનાર ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પરંતુ ગુજરાતના કોંગ્રેસ પ્રભારીને હરાવવા કોંગ્રેસના જ નેતાઓ મેદાને પડ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. બાયડનાં પૂર્વ ધારાસભ્યએ આ મામલે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને છે.
રઘુ શર્મા પર બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે કોંગ્રેસનો સોદો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓએ રૂપિયા લઇ કોંગ્રેસનો સોદો કર્યો હોવાની વાત સામે આવી છે. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારને રાજસ્થાનમાં હરાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આ આક્ષેપ થતાં રાજસ્થાનની ચૂંટણીનો ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ
બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. પરંતુ હવે ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો છે.
ગુજરાતના રાજકારણમાં ગરમાવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રઘુ શર્મા પ્રભારી તરીકે આવી, ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો, જે વેપાર કર્યો, સીટોનો વેપાર કર્યો. એનાથી પાયાનાં કાર્યકરો નારાજ થયા છે. જેઓએ 50 વર્ષ સુધી કોંગ્રેસનું સિંચન કર્યું છે. તેવા લોકો પણ નારાજ છે અને નારાજ લોકો જેમણે સોદા કર્યા છે એમને ઉજાગર કરવા રાજસ્થાન તરફ જઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, અરવલ્લીની સીટ ક્યારેય ભારતીય જનતા પાર્ટી પાસે નહોતી. અરવલ્લીની ત્રણ બેઠક દાહોદ જેવી બેઠક, દશાડા, કલોલ આ બધી બેઠકો જવાનું કારણ જો કોઈ હોય તો એ રઘુ શર્મા છે. જેમણે ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો હોવાનો આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.