Ajwain: રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી અજમો ખાવાથી મટી જાય છે આ બીમારીઓ

By: nationgujarat
17 Nov, 2024

Ajwain: અજમા એવો મસાલો છે જે દરેકના ઘરના રસોડામાં હોય છે. રસોઈમાં વપરાતો આ મસાલો સ્વાસ્થ્ય માટે દવા સમાન છે. અજમામાં એન્ટી ઇન્ક્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ એન્ટિવાયરલ ગુણ હોય છે. જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવે છે. કેટલીક બીમારીમાં તો અજમાનું સેવન કરવાથી તે મટી પણ જાય છે. હુંફાળા પાણી સાથે અજમા ચાવીને ખાવામાં આવે તો તે દવા જેવી અસર કરે છે.

ભારતીય ઘરેલુ ઉપચારમાં અજમાનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. સૌથી વધારે પેટની તકલીફો હોય ત્યારે અજમાનું સેવન કરવામાં આવે છે. અજમાને હુંફાળા પાણી સાથે રાત્રે ચાવીને ખાવાથી અનેક લાભ થાય છે. આજે આવા જ કેટલાક ફાયદા વિશે તમને જણાવીએ.

અજમા ખાવાથી થતા ફાયદા 

1. અજમાને હુંફાળા પાણી સાથે ચાવીને ખાશો તો પેટમાં ગેસ કબજિયાત અને એસિડિટીની તકલીફ નહીં થાય. જો આ તકલીફો હશે તો પણ મટી જશે. અજમામાં એવા તત્વ હોય છે જે પાચનતંત્રને સુધારે છે.

2. એક ચમચી અજમા રાત્રે ચાવીને ખાય અને હુંફાળું પાણી પી લેવાથી પેટમાં જમા થયેલો ગેસ બહાર નીકળી જાય છે અને અપચાની સમસ્યા મટે છે.

3. અજમા ખાવાથી મેટાબોલિઝમ તેજ થાય છે. જે લોકોને વજન ઘટાડવું હોય તેમણે હૂંફાળા પાણી સાથે અજમાનું સેવન કરવું તેનાથી શરીરની ચરબી ઝડપથી ઓગળે છે.

4. ઘણા લોકોને ઓવરઈટિંગની આદત હોય છે. જો રાત્રે એક ચમચી અજમાં હુંફાળા પાણી સાથે ખાઈ લેશો તો પેટ કલાકો સુધી ભરેલું રહેશે અને વધારે ખાવાથી બચી જશો.

5. રાત્રે ઉપાડે પાણી સાથે અજમા ચાવીને ખાશો તો શરીરને આરામ મળશે અને ઊંઘ સારી આવશે. અજમામાં એવા ગુણ હોય છે જે શરીર અને મનને શાંત કરે છે અને આરામદાયક ઊંઘ આવે છે.

6. શિયાળામાં જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને વારંવાર શરદી ઉધરસ થાય છે. જો અજમાને હૂંફાળા પાણી સાથે ખાવાનું રાખશો તો શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીથી બચી જશો.

7. અજમા ખાવા મહિલાઓ માટે વિશેષ ફાયદાકારક છે. માસિક ધર્મ સમયે થતી તકલીફ અજમા દૂર કરવામાં મદદ કરે છે. અજમા ખાવાથી હોર્મોનલ સંતુલન પણ જળવાઈ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. nationgujarat   તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more