Air India Starts Surat to Goa Flight: સુરતીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરતથી સીધી ગોવા જતી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. 30 માર્ચથી શરૂ થતી આ ફ્લાઇટ 2 કલાકમાં ગોવા પહોંચાડી દેશે. જેનું સિંગલ ભાડું 5800 રૂપિયા રહેશે. જેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે.
સુરતથી ગોવા-ગોવાથી બેંગલુરૂ
સુરતથી ગોવા પહોંચાડતી એર ઇન્ડિયાની આ ફ્લાઇટ સાંજે 7:30 વાગ્યે સુરતથી ટેક ઑફ કરશે અને 9:25 કલાકે ગોવા લેન્ડ થશે. આ ફ્લાઇટ ગોવા બાદ બેંગલુરૂ સુધી થશે, જેથી સુરત-બેંગલુરૂ વચ્ચે ગોવામાં એક સ્ટોપ લેવામાં આવશે. જેના કારણે ફ્લાઇટ ચેન્જ ન કરવી પડે. બેંગલુરૂથી બપોરે 3:45 કલાકે આ ફ્લાઇટ ટેક ઑફ કરશે અને સાંજે 7:20 કલાકે સુરત પહોંચશે. સુરતથી આ ફ્લાઇટ સાંજે 7:50 કલાકે ટેકઑફ કરશે અને રાત્રે 11:25 કલાકે લેન્ડ થશે.
એર-ઇન્ડિયાએ શરૂ કરી ત્રીજી ફ્લાઇટ
ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત-ગોવાની ડેઇલી ફ્લાઇટ ઇન્ડિગો ઓપરેટ કરી રહી છે તેમજ એક વીકલી ફ્લાઇટ ઓપેરટ કરી રહી છે, ત્યારે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ ત્રીજી ફ્લાઇટ શરૂ કરવાની છે. આ ઉપરાંત આગામી 28 માર્ચથી સમર શેડ્યુલ અમલમાં આવશે. જેમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી અનેક ફ્લાઇટો શરૂ થઈ શકે છે.નોંધનીય છે કે, આ પહેલાં સુરતથી મોરેશિયસ ફ્લાઇટ શરૂ થઈ હતી. આ સિવાય ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એરપોર્ટથી વિન્ટર ફ્લાઇટ શરૂ કરવાની યોજના છે. ઈન્ડિગો એરલાઇન્સે 4 ડિસેમ્બરે સુરત-મોરેશિયસ વાયા બેંગલુરૂની ફ્લાઇટ ટેક ઑફ કરી હતી. અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતથી મોરેશિયસ પહોંચતા 14 કલાકનો સમય લાગશે. આ સાથે જ સુરતથી બેંગલુરૂનો ટ્રાવેલિંગ ટાઇમ 1 કલાક 50 મિનિટ રહેશે. બેંગ્લુરુ એરપોર્ટ પર 6 કલાક 25મિનિટનો લેઓવર ટાઇમ જ્યારે બેંગ્લુરુથી મોરેશિયસનો 5 કલાક 55 મિનિટનો ટ્રાવેલ ટાઇમ લાગશે.