નવરાત્રિનું આજે ચોથુ નોરતું છે. ત્યારે અમદાવાદમાં ગરબા રમવા થનગનતાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની સહેજ પણ સંભાવના નથી. આજે આંશિક વાદળછાયું અને ઠંડક વાળું વાતાવરણ રહેશે. એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે. રાત્રે પણ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ શાંતિથી ખાઈપીને ઘરે જશે.
અમદાવાદમાં રિવરફ્ન્ટ ખાતે રાધે એન્ટરટેન્ટ દ્વારા આયોજીત અમદાવાદના ગરબા આજે મોટી સંખ્યામાં યુવા ખેલૈયાઓ ગરબા રમવા આવશે. આયોજકો દ્વારા પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાંજે સમયર ગરબા શરૂ થશે અને ખેલૈયાઓ ગરબે ધૂમશે.