અમદાવાદના પ્રજાપતિ પરિવારને ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ

By: nationgujarat
15 Nov, 2024

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના મોત કાંડમાં પોલીસે આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીના 7 દિવસના રિમાન્ડ મેળવીને તપાસના ધમધમાટ ચલાવ્યો છે. ત્યારે પોલીસથી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા છે. સાથે જ ધરપકડ કરાયેલા આરોપી ડૉક્ટર પ્રશાંત વઝીરાણીએ પોલીસ સમક્ષ કબૂલ કર્યુ છે કે તેને એક દર્દીના એન્જિયોગ્રાફી માટે 800 રૂપિયા અને એન્જિયોપ્લાસ્ટી માટે 15 હજાર રૂપિયા મળતા.. આરોપી ડૉક્ટર રેગ્યુલર ઓપરેશનો કરતો હોવાથી પોલીસ હવે આરોપી ડૉક્ટરની ડીગ્રીની પણ તપાસ કરશે. તો સાથે જ ડૉ.પ્રશાંત વઝીરાણી સિવાયના બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે પણ પોલીસે વિવિધ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે. તો DGP વિકાસ સહાયે પણ ગતરાત્રે આખા કેસ મામલે ઝોન-1ના ડીસીપી પાસેથી વિગતો મેળવી છે.

લોકોના જીવ સાથે રમત રમનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન માત્ર 19 દર્દીઓ, પરંતુ ઘણા લોકોને કડવો અનુભવ થયો છે. આવો જ એક અનુભવ ઘાટલોડીયાના પ્રજાપતિ પરિવારને પણ થયો. જે ઓપરેશનની જરૂર પણ ન હતી તે ઓપરેશન કરાવવા પ્રજાપતિ પરિવારને દબાણ કર્યું હતું.


Related Posts

Load more