Ahmedabad : શહેરની જાણીતી એવી એલ.જી. હોસ્પિટલને (LG Hospital) લઈ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હોસ્પિટલમાં મેઇન્ટેનન્સનાં અભાવે રાતોરાત વિભાગો બંધ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પીડિયાટ્રિક (Pediatric) અને ગાયનેક (Gynecology) સહિતના વિભાગો રાતોરાત બંધ કરી દેવાયા હોવાની છે. જો કે, આ અંગે પૂછતા હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા બિલ્ડિંગ ડિમોલિશનનું બહાનું જણાવવામાં આવ્યું છે.
પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના વિભાગો રાતોરાત બંધ કરી દેવાયા!
શહેરની (Ahmedabad) એલ.જી. હોસ્પિટલમાં રાતોરાત વિભાગો બંધ કરવામાં આવતા વિવાદ વકર્યો છે. હોસ્પિટલમાં પીડિયાટ્રિક અને ગાયનેક સહિતના વિભાગો રાતોરાત બંધ કરી દેવાયા હોવાની માહિતી છે. આરોપ છે કે જાળવણીનાં અભાવે વિભાગો બંધ કરી દેવાનો સત્તાધીશો દ્વારા આ નિર્ણય તત્કાલ કરાયો છે, જેનાં પછી વિવાદ ઊભો થયો છે. જો કે, આ મામલે જ્યારે હોસ્પિટલનાં સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા બિલ્ડિંગ ડિમોલિશનનું (Building Demolition) બહાનું જણાવવામાં આવ્યું છે.
મહત્ત્વની બાબત તો એ છે કે બિલ્ડિંગ ડિમોલિશનનો આ નિર્ણય માત્ર એક એજન્સીનાં રિપોર્ટના આધારે લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.નાં (AMC) એક સિનિયર ઈજનેરે જણાવ્યું કે, બિલ્ડિંગ તોડી નાખવાનો નિર્ણય લેવાતાં પહેલાં સંપૂર્ણ અને વિસ્તૃત સ્ટ્રક્ચરલ રિપોર્ટ જરૂરી હોય છે. આવો રિપોર્ટ તૈયાર કરવામાં અનેક પેરામિટર્સનો સમાવેશ થાય છે અને તેને તૈયાર થવામાં આશરે 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. પરંતુ, તેમ છતાં તત્કાલ વિભાગો બંધ કરાયાનો આ નિર્ણય કરતા હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.