પ્રજા ત્રસ્ત,નેતા મસ્ત – સ્માર્ટસિટી અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસેનો પૂલ 1 વર્ષમાં બિસ્માર.

અમદાવાદ હાટકેશ્વર સર્કલ પાસે પૂલનું ઉદ્ધાટન માર્ચ 2021માં કરાયું હતું, પૂલને ચાલુ કર્યાના 1 વર્ષ પૂર્ણ થયું નથી અને પુલની બિસ્માર હાલત થઇ ચૂકી છે, લોખંડના બૂમથી પુલને પકડી રાખવામાં આવ્યો છે. મોરબીના ઘટના ફરીથી સર્જાય એવી રાહ જોવાઇ રહી હોવાના સ્થાનિકોએ તંત્ર સામે આક્ષેપો કર્યા છે.

એક વર્ષ પહેલા ઉદ્ઘાટન કરાયેલા પુલની હાલત બિસ્માર થઈ જતા, તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પુલની નીચે સપોર્ટ માટે બુમ મુકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનીકોનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારી આખરે ક્યાં સુધી સહન કરવી પડશે, કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદાર કોણ હશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મોરબીમાં જૂલતો પૂલ તૂટી પડતા 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ઘટનાને પગલે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ ઘટના બન્યા બાદ શહેરના નારોલ-વિશાલાને જોડતા લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતા પણ તેની હાલત હજી દયનિય જ છે.

એક વર્ષથી આ બ્રિજનું કામ બંઘ હોવાથી આખો દિવસ ટ્રાફિક જામ રહે છે. ટુ વ્હિલર વાહન ચાલકોનો વગર ફોગટનો 1 કલાક જેટલો સમય ત્યાર બગડે છે આમ કો અંહીના સ્થાનિક નેતા વિકાસની મોટી મોટી ગુલબંગી ફુકે છે પણ એક વર્ષથી બ્રિજનું કામ કરવી જનતાની સમસ્યા દેખાતી નથી. જનતા પણ બોલે શું સહન કરવાની ટેવ જે પડી છે. હજી આ બ્રિજ બીજા પાંચેક વર્ષ સુધી શરૂ થશે તેમ લાગતનું નથી કારણ કે આ મુદ્દે જયા સુધી આંદોલન નહી થાય ત્યા સુઘી કામ નહી પતે તેમ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe