હવે તો ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શું બની છે ઘટના?

By: nationgujarat
07 Feb, 2025

કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં દાખલ સાત વર્ષના બાળકને તેના ગાલ પર એક ઉંડો ઘા પડતા તેને ઈજા થઈ હતી અને ઘાને ટાંકા લેવા પડ્યા હતા. પરંતુ હોસ્પિટલની નર્સે એવી ભૂલ કરી કે બાળકને ટાંકા લેવાના બદલે ઘા પર ફેવિક્વિક લગાવી દીધું. જોકે આ ભૂલ બદલ નર્સને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે એટલે કે 5 ફેબ્રુઆરી 2025 ના રોજ બની હતી, જ્યાં એક 7 વર્ષના બાળકને આ પીડા સહન કરવી પડી હતી. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ઊંડો ઘા થયા બાદ બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યું!
તમને જણાવી દઈએ કે 7 વર્ષનું બાળક કે જેનું નામ ગુરુકિશન અન્નપ્પા હોસામાની છે, જેણે ચહેરા પર ઉંડો ઘા પડ્યો હતો. એવામાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ઘા એટલો ઊંડો હતો કે તેને ટાંકા લેવાની જરૂર હતી, પરંતુ નર્સે ફેવિક્વિક લગાવી દીધી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આનાથી બાળકના ગાલ પર નિશાન પડી ગયું છે.

બાળકના માતા-પિતાએ બનાવ્યો નર્સનો વીડિયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકના માતા-પિતાએ આ શરમજનક કૃત્ય કરનાર નર્સનો વીડિયો બનાવ્યો હતો. તેનું નામ જ્યોતિ હોવાનું કહેવાય છે. નર્સ કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી. બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય હોસ્પિટલમાં કરાયો શિફ્ટ
જ્યોતિ નામની આ નર્સના શરમજનક કૃત્યથી લોકો નારાજ છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ તેને હોસ્પિટલમાંથી સસ્પેન્ડ કરી દીધી છે પરંતુ બાળકને અન્ય જગ્યાએ ખસેડ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. એવામાં, ગઈકાલે એટલે કે બુધવારે તેની વધુ તપાસ કરાતા નર્સને સસ્પેન્ડ કરાઈ. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય નિષ્ણાતોએ ઘાની સારવાર માટે બિન-તબીબી એડહેસિવ્સના ઉપયોગની નિંદા કરી છે, અને કહ્યું છે કે ફેવીક્વિક તબીબી ઉપયોગ માટે નથી અને તેનાથી સંક્રમણ થઈ શકે છે.


Related Posts

Load more