60 કરોડ લોકોએ કુંભમાં ડુબકી મારી, મહાકુંભમાં વિરોધીઓને આપ્યો જવાબ – યોગી

By: nationgujarat
22 Feb, 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરીમાં મહાકુંભને લઈને વિરોધીઓને  જવાબ આપ્યો . તેમણે કહ્યું કે 13 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી વચ્ચે 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. તે વિશ્વની સામે ઉત્તર પ્રદેશની ક્ષમતા દર્શાવે છે. તેમણે પૂછ્યું કે શું 60 કરોડ લોકો ચોક્કસ સમય મર્યાદામાં એક જગ્યાએ એકઠા થઈ શકશે?

સીએમ યોગીએ કહ્યું કે આ અન્ય જગ્યાએ મુશ્કેલ છે, આ માત્ર પ્રયાગરાજમાં જ થઈ શકે છે, . આખી દુનિયા આ ક્ષમતાનો સ્વીકાર કરી રહી છે. તેમણે કહ્યું કે આખી દુનિયા મહાકુંભની શક્તિના વખાણ કરી રહી છે. જેમને વિકાસ પસંદ નથી તેઓ મહાકુંભને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમને આપણા દેશ અને રાજ્યની ક્ષમતા પસંદ નથી તેઓ સતત નકારાત્મક ટિપ્પણીઓ કરી રહ્યા છે.


Related Posts

Load more