વડતાલ-ગઢડા-જૂનાગઢ તથા ધોલેરા દેશના સંતો-મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાજશ્રીની ભાવવંદના કરી….
વડતાલધામ- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના ૫૯માં જન્મદિન નિમિતે તા.૩૦ને બુધવારના રોજ નિજમંદિરમાં S.G.V.P. ગુરુકુળ અમદાવાદના પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજીનિ પ્રેરણાથી અમદાવાદના ભાવેશભાઈ પરમાનંદભાઈ નિંબાર્ક પરિવારના યજમાનપદે રજોપચાર પૂજનનું આયોજન કરાયું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે તા.૩૦જુલાઈ૨૦૨૫ ને બુધવારના રોજ આચાર્ય મહારાજશ્રીના જન્મદિન પ્રસંગે ૧૩૦મી રવિસભા ભાવવંદના પર્વ તરીકે યોજાઈ હતી.આ પ્રસંગે વડતાલ,ગઢડા,જૂનાગઢ અને ધોલેરા દેશના સંતો-મહંતો સહીત મોટી સંખ્યામા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
૧૩૦મી રવિસભાના વક્તા પદે બિરાજેલ વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીનુ રાજોપચારના યજમાન ભાવેશભાઈ નિંબાર્ક અને સંતરસોઈના યજમાન કલ્પેશ રમણભાઈ પટેલ (બરોડા) તથા મિલિન્દભાઈ પટેલે વક્તાશ્રીનું પૂજન કર્યું હતું.
આ વર્ષે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દીવર્ષ ઉજવાનાર છે.ત્યારે વક્તાપદે બિરાજેલ ડૉ.સંતવલ્લભદાસજીએ આ સભામાં શિક્ષાપત્રી વિષે કથા કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું છે કે આ શિક્ષાપત્રીએ મારૂ વાગ્મય સ્વારૂપ છે.
અમારી વાણી તે મારૂ રૂપછે તેવું માનજો.
દુનિયા આખી એકબીજા સાથે મમત્વના બીજથી જોડાયેલી છે.
હું અને મારો એ મમત્વ બીજ છે.
સંતોના ઉપદેશથી આધ્યાત્મિકતામા લઇ જાય તો આનંદ છે.
શિક્ષાપત્રીએ ભગવાનનું સ્વરૂપ છે.એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે.તેઓએ ક્યારેય નેગેટીવ એપ્રોચ રાખ્યો નથી.
હિન્દુ ધર્મના ઘણા લોકો સનાતન ચિન્હો માટે ક્ષોભ અનુભવે છે.
કપાળમાં તિલક-ચાંદલો માથે શીખાએ આપની સંસ્કૃતિ છે.
ભગવાન શ્રી હરીએ સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રીએ માનવજીવનની મોટી તાકાત છે.માનવજીવન જીવવાની પ્રેકટીકલ ગાઈડલાઈન છે. મનુષ્યએ જ્યાં ત્યાં થુકવું નહિ,ફૂલવાડી-બગીચા કે ખુલ્લા ખેતરમાં મળમૂત્ર ન કરવા, હાથધોવા વિગેરે … ઉપરાંત ક્યાં કેવું ખાવું-પીવું વિગેરે અને વ્યસન નકરવું વિગેરે જણાવાયું છે.
ભગવાન શ્રીહરીએ પોતાના આશ્રીતોને આર્શીવાદ પાઠવ્યા છે. અને કહ્યું છે કે મારી શિક્ષાપત્રીનું પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખિયા થશે.
આ પ્રસંગે ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી,રાજકોટ મંદિરના કોઠારી રાધારમણ સ્વામી,બાપુસ્વામી,વડતાલ ટેમ્પલ બોર્ડના કોઠારી દેવપ્રકાશસ્વામી વિગેરે સંતોએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન- સંતસ્વામી કોઠારી દેવપ્રકાશસ્વામી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્યોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કર્યું હતું.
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ગાદીએ આરૂઢ થયા બાદ છેલ્લા ૨૩ વર્ષમાં ૯૧૮ પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે.
જેમાં વડતાલમના ૪૭૦, જૂનાગઢ ૩૭૭
ગઢપુરના ૦૬૩ તથા ધોલેરાના ૦૦૮ મળી
અત્યાર સુધીમાં કુલ ૯૧૮ પાર્ષદોણે ભાગવતી દિક્ષા આપી છે.
મહારાજશ્રી ગાદી આરૂઢ થયા ત્યારથી તેમના હસ્તે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઇ છે. મહારાજશ્રીએ U.S.A.,લંડન,કેનેડા,ઓસ્ટ્રેલિયા,તથા આફ્રીકા દેશમાં વિચરણ કરીસત્સંગ સંવર્ધન અને મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી છે.
વડતાલધામ દ્વારા વિદેશનિ ધરતી પર એક વર્ષમાં ત્રણ-ત્રણ મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા આચાર્ય મહારાજશ્રીના વરદહસ્તે સંપન્ન થઇ છે.
આ પ્રસંગે સંપ્રદાયના અગ્રણી સંતો પુ.જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂ.માધવપ્રિયદાસજી સ્વામી,પૂ.જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાધીનગર) પૂ.નીલકંઠચરણ સ્વામી જેતપુર પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામી મેમનગર પૂ.નિત્યસ્વરૂપ સ્વામી સરધાર, પૂ.નૌતમપ્રકાશદાસજી સ્વામી (વડતાલ) પૂ.રામદાસ સ્વામી (અમેરિકા) સહીત વડતાલ જૂનાગઢ-ગઢડા અને ધોલેરા દેશના સંતો-મહંતોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.