Related Posts
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલધામમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં તા. ૨૩ શુક્રવારના રોજ અપરા એકાદશીના શુભદિને દેવોને ભરૂચના ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૫૦૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે મંદિરમાં બિરાજતા દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે. મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામીની પ્રેરણાથી ભરૂચના હરિભક્ત ઉર્જિતકુમાર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા એકાદશીના શુભદિને ૫૦૦ કિલો કેરીનો આમ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સવારે ૧૦ થી સાંજના ૬.૩૦ વાગ્યા સુધીમાં હજ્જારો ભક્તોએ આમ્રઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.