42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી

By: nationgujarat
21 Mar, 2025

ટૉલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 42 જેટલાં ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે 14 એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે NHAIએ જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ 100 કરોડ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને 120 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં

યુપી એસટીએફે મિર્ઝાપુરના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર દરોડા પાડ્યા બાદ ટૉલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દેશના લગભગ 42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદેસર ટોલ વસૂલાત ચાલી રહી હતી. જેમાં સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટૉલ પ્લાઝા પર FASTag વગર અથવા પ્રતિબંધિત FASTag વાળા વાહનો પાસેથી એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં હતા.

સમગ્ર મામલે એજન્સી વિરૂદ્ધમાં કેસ દાખલ કરવાની સાથે એજન્સીઓને નોટિસ પણ ફટકારવામાં કરવામાં આવી હતી. જ્યારે ટૉલ કૌભાંડને લઈને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ત્રણ સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા

બે વર્ષ માટે એજન્સી પર પ્રતિબંધ

સરકારનો દાવો છે કે, ઈલેક્ટ્રોનિક ટૉલ કલેક્શન (ETC) સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેમાં 98 ટકા ટૉલ સંગ્રહ ETC સિસ્ટમમાંથી થયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, એજન્સીઓ નોટિસનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી, એટલા માટે NHAIએ કાર્યવાહી કરીને જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો અને ડિપોઝિટ પણ જપ્ત કરી હતી


Related Posts

Load more