3rd T20I – ગ્લેન મેક્સવેલની આંઘીએ ટીમ ઇન્ડિયાને 5 વિકેટે હરાવ્યું

By: nationgujarat
29 Nov, 2023

ગ્લેન મેક્સવેલની અણનમ સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ત્રીજી મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી અને ઋતુરાજ ગાયકવાડની ઇનિંગના આધારે 222 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 223 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ગ્લેન મેક્સવેલની 48 બોલમાં 104 રનની ઇનિંગના આધારે 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલ ઉપરાંત કેપ્ટન મેથ્યુ વેડે 28 રન અને ઓપનર ટ્રેવિસ હેડે 35 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી. જ્યારે ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં અણનમ 123 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 39 રન, તિલક વર્માએ 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા આ જીત સાથે શ્રેણીમાં યથાવત છે. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે.

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં રુતુરાજ ગાયકવાડ ઇનિંગ્સની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. તેણે આખા મેદાનમાં સ્ટ્રોક ફટકાર્યા. તેણે પહેલા 22 બોલમાં માત્ર 22 રન જ બનાવ્યા હતા, પરંતુ તે પછીના 35 બોલમાં તેણે 101 રન બનાવ્યા હતા. તેણે 57 બોલમાં 123 રન બનાવ્યા જેમાં 13 ફોર અને 7 સિક્સ સામેલ હતી. તે ઓસ્ટ્રેલિયા સામે ટી20 ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કરી શકી હતી.

ઓસ્ટ્રેલિયા સામે રમી સૌથી મોટી ઇનિંગ્સ
રૂતુરાજ ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં 123 રન બનાવ્યા હતા. આ સાથે તે ઓસ્ટ્રેલિયા સામે T20I મેચમાં સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 2016માં ઓસ્ટ્રેલિયા સામે 90 રન બનાવ્યા હતા. હવે 7 વર્ષ બાદ તેણે કોહલીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ભારત માટે સદી ફટકારનાર 9મો બેટ્સમેન
ઋતુરાજ ગાયકવાડ T20 ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતનો 9મો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા સુરેશ રૈના, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, દીપક હુડા અને યશસ્વી જયસ્વાલ આ કરી ચુક્યા છે.


Related Posts

Load more