બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં ચકમક, રોહિત શર્માનું રિએક્શન વાઈરલ

By: nationgujarat
14 Apr, 2025

Karun Nair Jasprit Bumrah Fight: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પહેલી વાર હારનો સામનો કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 12 રનથી દિલ્હીને હરાવી હતી. જો કે, દિલ્હી કેપિટલ્સ તરફથી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરેલા કરૂણ નાયરે 89 રનની અદ્ધભૂત ઈનિંગ રમી ચાહકોના દિલ જીતી લીધા હતા. તેણે જસપ્રીત બુમરાહનો બરાબરનો ઉધડો લઈ નાખતા તેની ઓવરમાં 18 રન ફટકાર્યા હતાં.

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કરૂણ નાયરે 22 બોલમાં અર્ધસદી ફટકારી હતી. પરંતુ બાદમાં બુમરાહ અને કરૂણ નાયર વચ્ચે ચકમક જોવા મળી હતી. બંને વચ્ચે બબાલ થઈ ગઈ હતી. ડ્રિંક્સ બ્રેક દરમિયાન બુમરાહે કરૂણને કંઈક કહેતાં કરૂણે સામો જવાબ આપ્યો હતો. દરમિયાન આ બંને વચ્ચે થયેલા વિવાદની મજા મુંબઈના સ્ટાર રોહિત શર્માએ લીધી હતી. તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયુ હતું.


Related Posts

Load more