જુનાગઢ: આવતીકાલે એટલે કે 27 માર્ચે જુનાગઢ રોજગાર કચેરી ખાતે બેરોજગારો માટે રોજગારીના દ્વાર ખુલવા જઈ રહ્યા છે, અગ્રણી અને નામાંકિત કંપનીઓ ઓસ્ટીન એન્જિનિયરિંગ, એકઝાટ મશીન અને શ્રીજી કન્સલ્ટન્સી જેવી નામાંકિત કંપનીઓ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયુ છે.
ગુરૂવારે સવારે 11:00 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે કરવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારોએ તેમની શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્ર સાથે સમયસર હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
રોજગાર ભરતી મેળાનું આયોજન
જુનાગઢમા બેરોજગારો માટે રોજગારીના દ્વાર ખુલી રહ્યા છે, સવારે 11:00 કલાકે જુનાગઢ જિલ્લા રોજગાર વિનીમય કચેરી ખાતે ખાનગી કંપનીઓ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓસ્ટીન એન્જિનિયરિંગ એકઝાટ મશીન અને શ્રીજી કન્સલ્ટન્સી દ્વારા ખાલી પડેલા વિવિધ પદો પર ભરતી કરવાને લઈને કંપનીના અધિકારીઓ આવી રહ્યા છે, સવારે 11:00 કલાકે રોજગારી મેળવવા માંગતા તમામ બે રોજગારોને તેમની શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્ર સાથે સવારે 11 કલાકે રોજગાર ભરતી મેળાના સ્થળ પર સ્વયંમ હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઈજનેરી સ્નાતક અને અનુસ્નાતકના ઉમેદવારોને તક
ખાનગી કંપની દ્વારા લેબ ટેક્નિશિયન, ઇન્સ્પેક્ટર,એન્જિનિયર, ઓપરેટર, ટ્રેઈની એન્જિનિયર, ફાઇનાન્સિયલ એડવાઈજર,જેવી વિવિધ જગ્યાઓ પર ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં 21 થી 45 વર્ષ સુધીની વય ધરાવતા અરજદારોએ રોજગાર ભરતી મેળામાં સામેલ થવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં વિજ્ઞાનના સ્નાતકની સાથે આઈટીઆઈ, ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગની પદવી ધરાવતા અનુભવી કે બિન અનુભવી ઉમેદવારોને પણ રોજગાર ભરતી મેળામાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.