ઈન્ડિયન પ્રિમીયર લીગની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયનનો ભવ્ય વિજય થયો છે. આજે વાનખેડે સ્ટેડિયમમમાં રમાયેલી મેચમાં મુંબઈના 23 વર્ષના ખેલાડી અશ્વિની કુમારની કમાલ બોલિંગના કારણે કોલકાતાની ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં મુંબઈની ટીમે 12.5 ઓવરમાં બે વિકેટે 121 રન ફટકારી ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં બોલિંગમાં અશ્વિનીએ ચાર વિકેટ ઝડપી છે, તો બેટિંગમાં રિકેલ્ટને ફોર-સિક્સ ફટકારી ધમાલ મચાવી દીધી હતી.
કોલકાતાની વાત કરી તો ટીમમાંથી એ.રઘુવંશી સૌથી વધુ 26 રન, રમનદીપ સિંઘ 22 રન, મનિષ પાંડે 19 રન, રિંકુ સિંઘ 17 રન, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ 11 ન નોંધાવ્યા હતા, બાકીના ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગમાં હર્ષિત રાના સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો, તેણે બે ઓવરમાં એક પણ વિકેટ ઝડપી ન હતી અને 28 રન આપી બેઠો હતો. એક માત્ર આન્દ્રે રસેલે બે વિકેટ ઝડપી હતી.