2028 Olympics મા હવે ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે. 2028મા રમાનાર Olympics માટે ક્રિકેટ મેચનુ શિડ્યુલ જાહેર થયુ છે. અમેરિકામાં 2028મા રમાશે Olympics . ક્રિકેટ મેચ અમેરિકાના પોમોના શહેર ફેયરગ્રાઉન્ડ સ્ટેડિયમમા રમાશે. આ શહેર લોજ એજેલિસથી આશરે 50 કિમી દુર છે. આ અંગે શિડ્યુલ જાહેર થયુ છે જેમા પહેલી મેચ 12 જૂલાઇ થી શરૂ થશે. અને મેડલ મેચ 20 અને 20 જૂલાઇએ રમાશે.
પુરુષ અને મહિલાની ટીમ એમ 6-6 ટીમો ભાગ લેશે.આ મેચ ટી-20 ફોર્મેટમા રમાશે જેમા કુલ 180 ખિલાડીઓ ભાગ લેશે. આ પહેલા ક્રિકેટને વર્ષ 1900મા પેરિસ ખાતેના ઓલિમ્પીકમા સ્થાન મળ્યુ હતું. આયજકોએ જાહેર કરેલ કાર્યક્રમમાં 14 અને 21 જૂલાઇના રોજ કોઇ મેચ નહી રમાય. એક દિવસમા બે મેચ રમાશે.કયા દેશની ટીમ ભાગ લેશે તેની માહિતી હજી નથી.
વર્ષ 1900મા પેરિસ ઓલિમ્પીકમા ક્રિકેટ ફકત એક વખત રમાઇ હતી જેમા ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે બે દિવસ ની મેચ રમી હતી આ મેચમા ગ્રેટ બ્રિટને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ક્રિકેટની લોકપ્રિયતના કારણે અમેરિકા અને વેસ્ટઇન્ડિઝે સાથે મળી 2024મા ટી-20 વિશ્વકપનુ આયોજન કર્યુ હતું. Olympics ની રમતમા ક્રિકેટ મેચનો રોમાંચ અલગ જ હશે તે જોવાની મજા અલગ જ હશે.
ફોર્મેટ: T20 (ટ્વેન્ટી-ટ્વેન્ટી)
પુરુષો અને મહિલાઓ બંને માટે સ્પર્ધા થશે.
ટીમોની સંખ્યા: શરૂઆતમાં 6 ટીમ પુરુષ અને 6 ટીમ મહિલા વિભાગમાં ભાગ લેશે.
આ હજુ ઓફિશિયલ રીતે નક્કી થયું નથી, પણ શક્યતા છે કે:
ટોચની ICC T20 રેન્કિંગ મુજબ ટીમો પસંદ થશે.
યજમાન દેશ (યુ.એસ.એ.) ને સીધો પ્રવેશ મળશે.
બાકીની ટીમો માટે ક્વોલિફાયિંગ ટૂર્નામેન્ટ થઈ શકે છે.