15 વર્ષ બાદ દિલ્હી મનપામાંથી ભાજપ સત્તથી દુર, ગુજરાતમાં કમળ ખીલશે ?

AAPએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ભાજપ પાસેથી છીનવી લીધું છે. ભાજપ 15 વર્ષથી MCDમાં સત્તામાં હતો. આમ આદમી પાર્ટીએ બહુમતી મેળવી છે.ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 250 સીટમાં AAPને 134 જીતી છે, જે બહુમત કરતા 8 વધું છે. જ્યારે ભાજપે 104 સીટ જીતી છે, કોંગ્રેસે 9 અને 3 સીટ પર અપક્ષના ઉમેદવારે જીત મેળવી છે.

CM અરવિંદ કેજરીવાલે MCDમાં AAPની જીત પર દિલ્હીના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું- દિલ્હીની જનતાએ દિલ્હીની સફાઈ અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી તેમના પુત્ર અને ભાઈને આપી છે. અમને કેન્દ્ર સરકારના સહકારની પણ જરૂર છે. વડાપ્રધાનના આશીર્વાદની પણ જરૂર છે.

કેજરીવાલના મંત્રીઓના વિસ્તારોમાં AAPનાં સૂપડાં સાફ
મનીષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્રમાં 4 બેઠક છે. ભાજપે 3 જીતી છે. પાર્ટીના ખાતામાં માત્ર એક સીટ ગઈ. બીજી તરફ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનના વિધાનસભા ક્ષેત્રમાં 3 વોર્ડ છે. ત્રણેય બેઠક પર પાર્ટી ભાજપ સામે હારી ગઈ હતી. આ તરફ અરવિંદ કેજરીવાલના વોર્ડ નંબર 74 ચાંદની ચોકથી પાર્ટીના ઉમેદવાર પુનર્દીપ સિંહે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા, જ્યારે AAPના ધારાસભ્ય અનાનતુલ્લાના વોર્ડ નંબર 189 ઝાકિર નગરમાંથી કોંગ્રેસે જીત મેળવી છે.

શરૂઆતમાં ક્યારેક ભાજપ તો ક્યારેક AAP આગળ
પ્રારંભિક વલણમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. પ્રથમ બે કલાકમાં બંને પક્ષોની સીટોમાં 10થી 20 સીટોનો તફાવત હતો. ક્યારેક ભાજપ આગળ હોય તો ક્યારેક AAP આગળ, પરંતુ સવારે 10.30 વાગ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અને AAPએ ભાજપ પર લીડ મેળવી લીધી છે.

સવારથી જ AAPના કાર્યાલય પર ધમધમાટ
એક્ઝિટ પોલમાં AAPની જીત બાદ બુધવારે સવારથી જ પાર્ટી કાર્યાલય ધમધમવા લાગ્યું હતું. કાર્યાલયને પીળા અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ગઈ વખતે એને સફેદ અને વાદળી રંગના ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું હતું. દિલ્હી કોર્પોરેશનના 250 વોર્ડ માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું. AAPના કાર્યાલય પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે.

કોંગ્રેસનું કાર્યાલય સુમસામ, તાળું લગાવેલું જોવા મળ્યું
કોંગ્રેસનું કાર્યાલય સવારથી જ સૂમસામ રહ્યું છે. એના દરવાજા પર તાળું લગાવેલું જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe