ગુજરાતમા ભાજપ જિલ્લા પ્રમુખ બનાવવામા મોડુ કરતા હવે પક્ષમા જ આંતરયુદ્ધ’ જેવી સ્થિતિ

By: nationgujarat
12 Jan, 2025

BJP  Gujarat: શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ આંતરિક ચૂંટણી જંગ જેવી સ્થિતિનો સ્વીકાર કરવાનો વખત આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે ‘સમરસ સરપંચ’નો રાહ ચિંધનાર ભાજપે જ 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મગાવ્યાં તેનાથી જાણે ભૂકંપ સર્જાયો છે.

ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય 

ભાજપના 41 પ્રમુખપદ માટે 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ભાજપમાં આંતરિક જૂથવાદ, મલાઈવાદ વકર્યાનું જૂના ભાજપીઓ માની રહ્યાં છે. ભાજપના જ લોકોમાં અંદરખાને કચવાટ સાથે ચર્ચા છે કે, પ્રદેશ પ્રમુખથી માંડી જિલ્લા અને શહેરોના પ્રમુખ પસંદ કરવાની કવાયત ચાલી રહી છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાગીરીને ભાજપની આંતરિક સ્થિતિની ખરી સેન્સ મળશે. ભાજપ પ્રમુખ કોણ બને તેની સેન્સ મેળવવાના નામે ગુજરાત ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય બની છે. રાજ્યમાં આવનારાં મહિનાઓમાં 72 પાલિકા, 92 તાલુકા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજવાની છે. સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ પક્ષમાં વકરેલા જૂથવાદ અને મલાઈવાદથી ભાજપની આંતરિક ભવાઈનો પહેલો એપિસોડ પ્રમુખપદમાં ભજવાઈ શકે છે.


Related Posts

Load more