ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ છે. હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 0-1થી પાછળ રહી ગઈ છે. ટીમની હારનું સૌથી મોટું કારણ ઈંગ્લેન્ડની ટીમની શાનદાર સ્પિન બોલિંગ હતી. ટોમ હાર્ટલીએ એકલાએ બીજા દાવમાં ભારતના 7 બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા.આપણે કહી શકીએ કે ટીમ ઈન્ડિયા પોતે જ તે જાળામાં ફસાઈ ગઈ જે જાળ તેમણે ઈંગ્લેન્ડ માટે તૈયાર કેઓ હતો. આવી સ્થિતિમાં ટીમની હાર પર કેપ્ટન રોહિત શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
ટીમની હાર બાદ રોહિતે કહ્યું કે ટેસ્ટ મેચ ચાર દિવસ સુધી રમાય છે, તેથી ભૂલ ક્યાં થઈ તે કહેવું મુશ્કેલ છે. 190ની લીડ મેળવ્યા બાદ અમને લાગ્યું કે અમે રમતમાં ઘણા આગળ છીએ. ઓલી પોપે શાનદાર બેટિંગ કરી હતી. મેં ભાગ્યે જ કોઈ વિદેશી બેટ્સમેનને ભારતીય પરિસ્થિતિઓમાં આ રીતે બેટિંગ કરતા જોયો છે. મેં વિચાર્યું હતું કે 230નો સ્કોર હાંસલ કરી શકાય એમ છે. પિચમાં પણ કઈં ખાસ ન હતું, છતાં અમે સ્કોર સુધી પહોંચવા નિષ્ફળ રહ્યા, અમારી બેટિંગ એકંદરે સારી ન હતી. પરંતુ અમે મેચમાં ચોક્કસથી યોગ્ય રીતે બોલિંગ કરી હતી.
જોકે રોહિતે ભારતીય બોલરોના વખાણ કર્યા હતા. રોહિતે કહ્યું કે જ્યારે તમે દિવસ પૂરો કરો છો ત્યારે તમે વિશ્લેષણ કરો છો કે શું સારું થયું અને શું સારું નથી. બોલરોએ યોજનાઓને ખરેખર સારી રીતે અનુસરી હતી, પરંતુ તમારે સ્વીકારવું પડશે કે પોપ ખૂબ જ સારું રમ્યો. એકંદરે, અમે એક ટીમ તરીકે નિષ્ફળ ગયા. અમારે થોડા વધુ આક્રમક બનવાની જરૂર છે, જે મને લાગે છે કે અમે ન હતા. અમે થોડી તકો લેવા માગતા હતા, અમે બેટથી જોખમ લીધું ન હતું. પરંતુ તે થઈ શકે છે. આ શ્રેણીની પ્રથમ મેચ હતી, મને આશા છે કે ખેલાડીઓ તેમાંથી શીખશે.