Learning License Made Easy : રાજ્યની RTO સિસ્ટમમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ બની જશે. લર્નિંગ લાઇસન્સ સરળતાથી મળી રહે તે માટે આરટીઓ મોટું કામ કરી રહી છે. હવેથી લર્નિંગ લાઈસન્સ ટેસ્ટ માટે આરટીઓ ઓફિસમાં રુબરુ જવાની જરૂર નથી, કોઈ પણ ઘરે બેઠા ટેસ્ટ અપી શકશે. ઘર કે ઓફિસના કમ્પ્યૂટર કે લેપટોપમાં વેબ કેમેરા-ઈન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે. તો આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે. હાલ આ માટે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સોફ્ટવેરનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલક માટે પ્રાથમિક ડોક્યુમેન્ટ તરીકે લર્નિગ લાઈસન્સ હોવુ જરૂરી છે. અત્યાર સુધી લર્નિંગ લાઈસન્સના ટેસ્ટ માટે આરટીઓ જવુ જરૂરી છે. પરંતું હવેથી લર્નિંગ લાઈસન્સ ઘરે બેઠા જ આપી શકાય છે. તમારે હવેથી આરટીઓ ઓફિસ જવાની જરૂર નથી. કારણ કે, તમે ઘર કે ઓફિસમાં જ્યાં વેબ કેમેરા હોય ત્યાં બેઠા બેઠા ટેસ્ટ આપી શકાશે. જ્યાં પણ વેબ કેમેરાની સુવિધા હશે ત્યાં બેસીને તમે ટેસ્ટ આપી શકશો અને તમારું લાઈસન્સ મેળવી શકશો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સિસ્ટમ પર કામ કરવામા આવી રહ્યું છે, જેના માટે ટેસ્ટીંગ થઈ રહ્યાં છે. હાલ લર્નિંગ લાઈસન્સ માટે પોલિટેકનિક અને આઈટીઆઈટીઆઈમાં લાઈસન્સ બનાવવાની સુવિધા આપવામાં આવી હતી. ત્યારે હવે આ નવી સિસ્ટમ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ક્યારે અમલી થશે
આ સિસ્ટમ લાગુ કરવાની વાત કરીએ તો, ગુજરાતમાં હજુ આ સિસ્ટમ અમલી કરાઈ નથી, પરંતુ તેની પ્રોસેસ ચાલી રહી છે. હાલ મહારાષ્ટ્રમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આરટીઓના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટમાં પણ લર્નિંગ લાઈસન્સને ફેસલેસ એટલે કે કચેરીએ આવ્યા વિના ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે.
15 માંથી 9 જવાબ આપશો તો પણ લાઈસન્સ મળે છે
લર્નિંગ લાયસન્સના નિયમોમાં મોટા બદલાવ કરાતા હવેથી લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. તાજેતરમાં જ લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે. જો કે, અગાઉ 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું. ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જણાવાયું કે, લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપ્યુંથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે. જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે.