હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીની સાથે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માના નામ પણ સામેલ છે.
કન્હૈયા કુમાર પણ કરશે ચૂંટણી પ્રચાર
યાદીમાં કન્હૈયા કુમારનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત સુપ્રિયા શ્રીનેત, રાજ બબ્બર, પ્રતાજ સિંહ ભાજપા, રાજીવ શુક્લા અને ઈમરાન પ્રતાપગઢી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.
ભાજપે હરિયાણામાં આ દિગ્ગજોને બનાવ્યા સ્ટાર પ્રચારક
આ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ હરિયાણા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત 40 સ્ટાર પ્રચારકોના નામ સામેલ છે.