ભારતીય ચૂંટણી પંચ (ECI)ના ડેટા અનુસાર, હરિયાણામાં શરૂઆતના ટ્રેન્ડમાં સખત લડાઈ બાદ BJP આગળ છે. ભાજપ 49 બેઠકો પર, કોંગ્રેસ 35 બેઠકો પર, INLD એક બેઠક પર અને બસપા એક બેઠક પર આગળ છે. બંને પક્ષોના સંભવિત મુખ્યમંત્રી પદના ઉમેદવારો – ભાજપના નાયબ સિંહ સૈની અને કોંગ્રેસના ભૂપેન્દ્ર હુડ્ડા – પોતપોતાની બેઠકો પર યો ગ્ય મતો સાથે આગળ છે.
હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ પાછળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના યોગેશ બૈરાગી આગળ છે. અત્યાર સુધી બંને વચ્ચે 2128 મતનો તફાવત છે. રણદીપ સુરજેવાલાના પુત્ર અને કોંગ્રેસ નેતા આદિત્ય સુરજેવાલા કૈથલ વિધાનસભા સીટથી પાછળ ચાલી રહ્યા છે.
ઘણા એક્ઝિટ પોલ્સે હરિયાણામાં કોંગ્રેસની જીતની આગાહી કરી છે, જ્યાં 67.90 ટકા મતદાન થયું હતું. જો કે ભાજપે દાવો કર્યો છે કે તે હરિયાણામાં સતત ત્રીજી વખત સત્તામાં આવશે. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવવાનું લક્ષ્ય ધરાવે છે જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ હરિયાણામાં પુનરાગમનની આગાહી કરી રહી છે.
મતગણતરી ચાલુ છે