તારીખ – 12 મે 2025સમય- સવારે 9થી 11 વાગ્યા વચ્ચે રજીસ્ટ્રેશન કરાવી લેવુંસ્થળ – પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, સુરત
સુરત મહાનગરપાલિકા ભરતી :સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયનની માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ બે જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં હાજર રહેવા આમંત્રિત કર્યા છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટ | સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયન |
જગ્યા | 2 |
વય મર્યાદા | 45 વર્ષથી વધુ નહીં |
એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 12-5-2025 |
ઈન્ટવ્યુ સ્થળ | નીચે આપેલું છે |
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે 11 માસ માટે કરાર આધારિત સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેક્નીશિયનની કુલ 2 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છા ઉમેદવારોએ અસર પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.
તારીખ – 12 મે 2025સમય- સવારે 9થી 11 વાગ્યા વચ્ચે રજીસ્ટ્રેશન કરાવી લેવુંસ્થળ – પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, સુરત