સુરત ટેક્સટાઈલ માર્કેટની આગ 26 કલાક બાદ પણ બેકાબૂ, ફાયરની ટીમ ખડેપગે કામ કરી રહી છે

By: nationgujarat
27 Feb, 2025

સુરતમા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમા આગ કાબુમા આવી નથી. આગ લાગવાને કારણે એક માળથી બીજા માળે જવુ મુશકેલ થયુ છે. 24 કલાક વિત્યા છતા હતી આગ પર કાબુ મેળવાયો નથી આગ લાગતા વેપારીઓનો કરોડો રૂપિયાનો કાપડનો માલ બળી ગયો હોવાનો અંદાજ છે. 50 થી વધુ ફાયરવિભાગની કાર સ્પોર્ટ પર પહોંચી છે. વિકારળ આગને કારણે આસપાસને મકાનોને ખાલી કરવાની સુચના આપવામા આવી છે આગ ઓલવવા કરોડો લીટર પાણી વપારવામાં આવ્યુ છે.

સુરત મહાનગર પાલિકાના ફાયર સહિતના તમામ અધિકારીઓ હાલ ઘટના સ્થળે છે. આગ ના ઘુમાડાના ગોટા ઉંચાઇ થી પણ જોઇ શકાય છે આગ કેવી રીતે કાબુમા લેવી તેમાટે ફાયરના અધિકારીઓ ઝહેમત કરી રહ્યા છે ઘટના સ્થળે મનપા કમિશ્નનર શાલીની અગ્રવાલ પહોંચ્યા છે અને ઘટના પર નજર રાખી રહ્યા છે. શાલીની અગ્રવાલે જણાવ્યુ કે આગ લાગતા જ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો સુરત શહેરના તમામ ફાયર ફાયટરને મોબાલાઇઝ કરવામાં આવ્યા છે. કલેટર સાથે સંકલન કરી રિલાયન્સ,ઓએનજીસી, હજીરા માથી પણ ફાયર ફાયટરના સાઘનો મેન પાવર ને મોબલાઇઝ કરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે સંકલન કરી ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રયાસ કરવામા આવી રહ્યો છે. આગ લાગવાનુ કારણ હજી સામે નથી આવ્યુ હાલ આગ કાબુમા લેવાની પ્રાથમિક જરૂરીય  છે

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે.  ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બારડોલી, નવસારી,  સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગેલી છે. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.


Related Posts

Load more