સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત

By: nationgujarat
30 Nov, 2024

સુરતના સચિન પાલી ગામમાં એકસાથે ત્રણ બાળકીના શંકાસ્પદ મોત નિપજ્યા છે. 12 વર્ષ, 14 વર્ષ અને 8 વર્ષ તમામ બાળકીઓના મોતથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે બાળકો દ્વારા આઇસ્કીમ ખાધા બાદ તબિયત લથડી હતી. તબિયત લથડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તબિયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે, બાળકો તાપણું કરતા હતા, તેથી ધુમાડો શ્વાસમાં જતા મોતને ભેટ્યા હોવાની પણ શક્યતા છે. શ્રમિક પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીના મોતથી ચર્ચા વધી છે. ગઈકાલે રાતે ચાર બાળકોએ આઈસ્ક્રીમ ખાધો હતો અને તેના બાદ મંદિર પાસે તાપણું કર્યું હતું. આ બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી. જેથી સૌપ્રથમ નજીકની ખાનગી ક્લિનિકમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા. જ્યાં ચાર પૈકીના ત્રણ બાળકોના મોત નીપજ્યા છે. હજુ એક બાળકની હાલત ગંભીર છે.


Related Posts

Load more