આજે ઓસ્ટ્રલીય અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાવવાની છે. આ મેચ લોર્ડસ મેદાનમા રમાવાની છે. જો આ ફાઇનલ મેચ ઓસ્ટ્રીલયા જીતશે તો નવો રેકોર્ડ પ્રસ્થાપિત થશે. 2023માં પેક કમિન્સની કેપ્ટેનશીપમાં ઓસ્ટ્રલીયાએ ભારતને હરાવીને ફાઇનલ મેચ જીતી હતી દક્ષિણ આફ્રિકા 27 વર્ષથી આઈસીસી ટુર્નામેન્ટ જીતી નથી એટલે આ વખતે તે દમખમ સાથે મેદાનમા ઉતરશે એવામાં આ મેચ રસાકસી વાળી થશે તેમ ફેન્સ અંદાજ લગાવી રહ્યા છે.
ઓસ્ટ્રલીયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ ઉત્સાહીત છે. જો આ મેચ ડ્રો થાય તો કોણ ચેમ્પિયન બનશે તે અંગે ફેન્સ જાણવા માંગે છે તો તમને જણાવી દઇએ કે જો આ મેચ ડ્રો થશે તો બંને ટીમને સંયુકત રીતે ચેમ્પિયન જાહેર કરવામાં આવશે. આ ફાઇનલ મેચ માટે એક રિઝર્વ દિવસ પણ રાખવામાં આવ્યો છે. 2021 મા ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાતી મેચમા રિઝર્વ દિવસ પર મેચ રમાઇ હતી. રિઝર્વ દિવસ ત્યારે ઉપયોગમાં લેવાઇ છે જ્યારે મેચમા વરસાદ પડયો હોય , પ્રકાશ ઓછો હોવાને કારણે મેચ રોકવી પડી હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા ની ટીમ હાસ સારા ફોર્મમા ચાલી રહી છે ટીમ પાછલી સાત મેચ સતત જીતી છે તો ઓસ્ટ્રલીયા પણ ફાઇનલ મેચમાં ઉલટ ફેર કરવાસક્ષમ છે તેમની પાસે ફાઇનલમાં રમવાનો અનુભવ પ્રેશર થી મેચ જીતવાનો અનુભવ છે એટલે બંને ટીમ મજબૂત છે એટલે મેચ પણ જામશે તેમા નવાઇ નહી.