સવારે ઢોલ-નગારા સાથે મીઠાઈઓ વહેંચાઈ, બપોર સુધીમાં સન્નાટો: કોંગ્રેસ કાર્યકર્તાઓ પરિણામ જોઈ ચોંક્યા

By: nationgujarat
08 Oct, 2024

Haryana Assembly Election 2024: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર અત્યારે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. શરુઆતી ગણતરીમાં કોંગ્રેસ આગળ રહ્યા બાદ હાલ ભાજપને બહુમત મળતી નજરે આવી રહી છે. જો આ રૂઝાન પરિણામોમાં પરિવર્તિત થાય છે તો ભાજપની જીતની હેટ્રિક લાગી શકે છે પરંતુ આ રૂઝાનોની વચ્ચે રોચક વાત એ પણ રહી કે દિલ્હીમાં કોંગ્રેસ ઑફિસની બહારનો માહોલ સમયની સાથે બદલાઈ ગયો. મંગળવારે સવારે આઠ વાગે મતગણતરી શરુ થયા બાદ શરુઆતી રૂઝાનોમાં જ કોંગ્રેસ આગળ રહી. દિલ્હીમાં કોંગ્રેસની ઑફિસની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તા એકત્ર થવા લાગ્યા અને ત્યાં ઢોલ અને નગારાની સાથે જશ્ન મનાવવા લાગ્યા. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ખૂબ મીઠાઈઓ વહેંચી. તસવીર અને સેલ્ફી લેવાનો સમય શરુ થઈ ગયો.

કોંગ્રેસી કાર્યકર્તાઓને હરિયાણામાં જીતની એટલી આશા હતી કે તે ઢોલ અને નગારાની ધૂન પર ખૂબ નાચ્યા. જલેબીઓની સાથે ખૂબ લાડુ વહેંચવામાં આવ્યા પરંતુ હરિયાણા ચૂંટણીના રૂઝાન ઝડપથી બદલાઈ ગયા. બન્ને મુખ્ય પાર્ટીઓની વચ્ચે ટક્કર હતી પરંતુ ભાજપે કોંગ્રેસને પછાડીને બહુમતનો આંકડો સ્પર્શી લીધો. આ રીતે કોંગ્રેસ ઑફિસની બહાર સ્થિતિ બદલાઈ ગઈ અને લાગણી બદલાઈ ગઈ.

 

હરિયાણા ચૂંટણી માટે કાઉન્ટિંગ સવારે આઠ વાગ્યાથી ચાલુ છે. રૂઝાનોમાં ભાજપ સતત ત્રીજી વખત હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. રૂઝાનોમાં ભાજપ 49 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 34 બેઠકો પર આગળ છે જ્યારે ઇન્ડિયન નેશનલ લોકદળ બે બેઠકો અને અન્ય પાંચ બેઠકો પર આગળ છે. દુષ્યંત ચૌટાલાની જેજેપી કોઈ પણ બેઠક પર આગળ નથી.


Related Posts

Load more